13 રાજ્યોની 27 વીજળી કંપનીઓની વીજ ખરીદી પર કેન્દ્ર સરકારે મુકયો પ્રતિબંધ - At This Time

13 રાજ્યોની 27 વીજળી કંપનીઓની વીજ ખરીદી પર કેન્દ્ર સરકારે મુકયો પ્રતિબંધ


નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ.202213 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓને દેશના ત્રણ વીજ માર્કેટમાંથી વીજળી ખરીદવા પર કેન્દ્ર સરકારની કંપની પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશને (પોસોકો)બ્રેક લગાવી દીધી છે.આ વીજ વિતરણ કંપનીઓએ વીજ ખરીદી પેટેના 5000 કરોડ રુપિયા આપવાના બાકી છે અને કંપનીઓ તેનુ પેમેન્ટ કરી રહી નથી. જેના પગલે પોસોકોએ દેશના ત્રણ વીજ માર્કેટ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા તેમજ હિન્દુસ્તાન પાવર એક્સેચેન્જને આદેશ આપ્યો છે કે, ઉપરોક્ત 27 કંપનીઓને વીજળી આપવામાં આવે નહીં.આ કંપનીઓ મહારાષ્ટ્ર, તામિલનાડુ, જમ્મુ કાશમીર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યની છે.પોસોકોએ ત્રણ વીજ માર્કેટને આદેશ આપ્યો છે કે, 13 રાજ્યોની 27 વિતરણ કંપનીઓ માટે તમામ વીજ માર્કેટમાંથી વીજળીની ખરીદી 19 ઓગસ્ટથી આગળ સૂચના ના મળે ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે.આ વીજ કંપનીઓ પરની દેવાદારીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.કાયદાની જોગવાઈ હેઠળ જે કંપનીઓના પૈસા બાકી હોય તેમના પર બજારમાં પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે આ નિર્ણયથી 13 રાજયોમાં વીજળી સંકટ ઉભુ થઈ શકે છે અને તેના કારણે કરોડો લોકો માટે પરેશાની ઉભી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.