તિરંગામય બન્યા બોટાદનાં ગામડાઓ : વડીલો પણ રંગાયા દેશભક્તિના રંગમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tfraetvnp4yqi523/" left="-10"]

તિરંગામય બન્યા બોટાદનાં ગામડાઓ : વડીલો પણ રંગાયા દેશભક્તિના રંગમાં


ગામડાંનાં વડીલોએ રાષ્ટ્રભક્તિનાં ભાવ સાથે માન-સન્માન અને આદરથી લહેરાવ્યો તિરંગો

દેશનાં દરેક રાજ્ય અને પ્રત્યેક ગામમાં આઝાદીના અમૃત મહોત્સવની હોંશભેર ઉજવણી થઈ રહી છે. તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ "હર ઘર તિરંગા" અભિયાન અન્વયે આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ નાગરિકોને પોતાનાં ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે બોટાદ જિલ્લાનાં નાના-નાના ગામડાઓ પણ તિરંગામય બન્યાં છે. ગામડાંમાં વસતાં બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. ગામડાંનાં વડીલો રાષ્ટ્રભક્તિનાં ભાવ સાથે માન-સન્માન અને આદરભાવથી તિરંગો લહેરાવી રહ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]