આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવા માટે બોટાદ જિલ્લો સુસજ્જ - At This Time

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવા માટે બોટાદ જિલ્લો સુસજ્જ


13થી 15 ઓગસ્ટ દરમિયાન દરેક ઘર, ઓફિસ, કચેરી સહિતની જગ્યાઓ પર અચૂક તિરંગો લહેરાવો: જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહ

13 ઓગસ્ટે અભિનેતા નીલ નીતિન મુકેશની ઉપસ્થિતમાં કષ્ટભંજન દાદાના સાંનિધ્યમાં બપોરે 4.30 કલાકે ભવ્ય કાર્યક્રમ

સમગ્ર દેશ 'આઝાદીના અમૃત મહોત્સવ' ની ઉજવણી કરી રહ્યો છે. તે અંતર્ગત બોટાદ જિલ્લો પણ દેશભક્તિના રંગમાં રંગાયો છે. દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે 13થી 15 ઓગસ્ટ દરમિયાન દરેક ઘર, ઓફિસ, કચેરી સહિતની જગ્યાઓ પર તિરંગો લહેરાવવા જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિથી ઉજાગર કરવા રન ફોર તિંરગા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટે અભિનેતા નીલ નીતિન મુકેશની ઉપસ્થિતમાં કષ્ટભંજન દાદાના સાંનિધ્યમાં બપોરે 4.30 કલાકે ભવ્ય કાર્યક્રમ યોજાશે તેમા લોકો ઉપસ્થિત રહે સાથોસાથ બોટાદવાસીઓ હર ઘર તિરંગા અભિયાન અન્વયે તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ અચૂક લહેરાવે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.