તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો: IRCTC હોટલ કૌંભાડ મામલે CBI એક્શનમાં - At This Time

તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો: IRCTC હોટલ કૌંભાડ મામલે CBI એક્શનમાં


- CBIએ અદાલતને IRCTC હોટલ કૌંભાડ મામલે ટ્રાયલ ઝડપી કરવાની માગ કરી છેપટના, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારબિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધન સરકાર બનતા જ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. CBIએ અદાલતને IRCTC હોટલ કૌંભાડ મામલે સુનાવણી ઝડપી કરવાની માગ કરી છે. આ કૌંભાડમાં તે સમયના રેલ મંત્રી લાલૂ પ્રસાદ, તેમના પત્ની રાબડી દેવી, બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને 11 અન્યના એજન્સીના આરોપીના રૂપમાં નામ આપવામાં આવ્યા હતા. સ્પેશિયલ CBI કોર્ટે લાલુ પ્રસાદ અને કથિત રીતે સામેલ અન્ય લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધાના ચાર વર્ષ પછી પણ આરોપો નક્કી કરવા પર હજુ ચર્ચા બાકી છે.આરોપીએ CBI એક્શનને પડકારી હતીઆ મામલે ફેબ્રુઆરી 2019માં એક આરોપીએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, CBIએ તેને આરોપી બનાવતા પહેલા સરકારની મંજૂરી નહોતી લીધી કારણ કે, જ્યારે તે કથિત અપરાધ કરવામાં આવ્યો હતો ત્યારે તે સરકારી કર્મચારી હતો. તેના આધાર પર જ  CBI કોર્ટ તરફથી ચાર્જશીટનું સંજ્ઞાન લેવાને પણ પડકારવામાં આવી હતી. તેમની અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે તેમને હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. આ પછી અન્ય બે આરોપીઓ કે, જેઓ સરકારી કર્મચારી હતા તેમણે પણ આવી જ અરજી કરી હતી. આ કારણે સુનાવણીમાં વિલંબ થયો હતો અને અત્યાર સુધી આ કેસમાં આરોપો પર દલીલો શરૂ નહોતી થઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.