Tata આ મહિને લોન્ચ કરશે બજેટ ઇલેક્ટ્રિક કાર, કિંમત 10 લાખથી ઓછી હોઈ શકે - At This Time

Tata આ મહિને લોન્ચ કરશે બજેટ ઇલેક્ટ્રિક કાર, કિંમત 10 લાખથી ઓછી હોઈ શકે


દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. લોકો હવે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીથી ઈલેક્ટ્રીક વ્હીકલ તરફ વળ્યા છે. ઓટો કંપનીઓએ પણ ઈલેક્ટ્રિક વ્હીકલના માર્કેટમાં પોતાનો દાવો મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આવનારા સમયમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વ્હીકલ રસ્તાઓ પર દોડતા જોઈ શકાશે. ઇલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે લોકલ વ્હીકલ કંપની ટાટા મોટર્સ તેની સૌથી બજેટ ઇલેક્ટ્રિક કાર લાવવા જઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે Tata Tiago ઈલેક્ટ્રિક વેરિઅન્ટને માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે.

કિંમત કેટલી હશે

ટાટા મોટર્સ પાસે તેના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં પહેલેથી જ બે કાર છે, નેક્સોન ઇવી અને ટિગોર ઇવી. નેક્સોન ઈલેક્ટ્રિકનું ભારતીય માર્કેટમાં સારું વેચાણ થઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે Tata Tiago ઇલેક્ટ્રિક હેચબેકની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે. આ રીતે તે ટાટા મોટર્સની સૌથી બજેટ ઇલેક્ટ્રિક કાર હશે.

સિંગલ ચાર્જ પર રેન્જ

Tata Tiago ઈલેક્ટ્રિક એક શાનદાર રેન્જ સાથે આવશે. તે એક ચાર્જ પર લગભગ 250 કિમીનું અંતર કાપી શકે છે. Tata Tiago પછી કંપની Tata Altrozને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં પણ લોન્ચ કરી શકે છે. Nexon EV ની સફળતા પછી, કંપની તેની અન્ય કારને EV સેગમેન્ટમાં પણ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

સૌથી બજેટ ઇલેક્ટ્રિક કાર

કંપની 2026 સુધીમાં 10 ઈલેક્ટ્રિક કાર મૉડલ લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. ટાટા ટિયાગો પણ તેમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાટા મોટર્સ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં Tiago EV લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. Tiago ઈલેક્ટ્રિકની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોઈ શકે છે. આ રીતે તે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સૌથી બજેટ હેચબેક કાર હશે.

કંપની પહેલેથી જ Tigor EVનું વેચાણ કરી રહી છે, જે લોકલ માર્કેટમાં સૌથી બજેટ ઇલેક્ટ્રિક વ્હીકલમાંની એક છે. તેની કિંમત 12.49 લાખ રૂપિયા છે. બીજી તરફ, અન્ય ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તેમની કાર 20 લાખ રૂપિયાથી વધુની કિંમતે ઓફર કરી રહી છે.

અન્ય ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત

Hyundaiની Kona ઈલેક્ટ્રિકની કિંમત રૂ.25.30 લાખથી શરૂ થાય છે. તો MG ZS EV ની કિંમત 22.00 લાખ રૂપિયાથી શરૂ થાય છે. રસપ્રદ વાત એ છે કે ટાટા મોટર્સની સૌથી વધુ વેચાતી Nexon EV, જેની કિંમત રૂ. 14.99 લાખથી શરૂ થાય છે, તે ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. Tata Motorની નવી Tiago EV દેશની કંપનીની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર હશે.

Tata Motors એ તેના Nexon EV અને Tigor EV ના આધારે ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ માર્કેટમાં 88 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. કંપનીએ ઓગસ્ટ 2022માં Nexon EV Prime, Nexon EV Max અને Tigor EV સહિત 3,845 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.