ચાઇનીઝ દોરીએ મૂંગા પક્ષીનો જીવ લીધો;ગરબાડા માં મકાનની છત પર ચાઇનીઝ દોરીમાં ફસાયેલ પક્ષીનું મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ta7qtdj8xvruuhsn/" left="-10"]

ચાઇનીઝ દોરીએ મૂંગા પક્ષીનો જીવ લીધો;ગરબાડા માં મકાનની છત પર ચાઇનીઝ દોરીમાં ફસાયેલ પક્ષીનું મોત.


સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય સરકાર દ્વારા દર વર્ષે આ દોરી કોઈ ઉપયોગ ન કરે તે માટે અપીલ કરવામાં આવતી છે. છતાં જનતા સમજતી નથી અને પક્ષીઓ સહિત મનુષ્ય જીવન જોખમમાં મુકાય છે. હજી ઉતરાયણને ઘણો સમય બાકી છે. પરંતુ અત્યારથી જ ગરબાડા પંથકમાં કેટલાક ઈસમો આવી દોરી ઉપયોગ કરતા હોય અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે. વહેલી સવારે ગરબાડા મેન બજારમાં મકાનની છત ઉપર એક પક્ષી ચાઇનીઝ દોરીમાં ફસાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. સ્થાનિકો દ્વારા બચાવવા પૂરતો પ્રયત્ન કરાયો હતો. અને મકાન ની છત પરથી લટકતા પક્ષીને ઉતારાયું હતું. દોરાંથી મુક્ત કરાયું છતાં પક્ષી બચી શક્યું નહિ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માટે કડક અમલવારી થાય તેવી માંગ ઉઠી છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]