ચુનારાવાડ ચોકમાં 37 કિલો ચાંદીની ચોરીનું તરકટ,પોલીસ ધંધે લાગી - At This Time

ચુનારાવાડ ચોકમાં 37 કિલો ચાંદીની ચોરીનું તરકટ,પોલીસ ધંધે લાગી


રાજકોટના ચુનારાવાડા ચોકમાં રહેતા એક વેપારી એ 37 કિલો ચાંદીની ચોરી થયાનું પોલીસમાં જાણ કરી હતી.ત્યારબાદ થોડા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમબ્રાન્ચના પી.આઈ વાય.બી જાડેજા બી.ટી. ગોહિલ,એલ.એલ.ચાવડાનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ ઊંડી તપાસ કરતા ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં હોવાનું અને પોતે પ્લાન ઘડવામાં માસ્ટર માઈન્ડ હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ પોતાને દેવું થઈ જતા આ ચોરીનું તરકટ રચ્યું હોવાનું થોરાળા પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો મુજબ, રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા ચુનારાવાડ ચોક શેરી નંબર.1માં રહેતા અમિત રાઠોડ નામના વ્યક્તિએ આજે સવારે પોતાના ઘરમાંથી 37 કિલો ચાંદીની ચોરી થઈ હોવાની જાણ પોલીસ મથકમાં કરી હતી. 37 કિલો ચાંદીની ચોરી થયાની ઘટના સામે આવતા થોરાળા પોલીસ મથકના સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ તુરંત ચુનારાવાડ શેરી નંબર એકમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં પહોંચી પોલીસને જાણ કરનાર અમિત રાઠોડની પૂછપરછ કરતા પોતે ફરતા ફરતા નિવેદનો આપતો હોય જેથી વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુના અને મુખ્ય માર્ગો ના ફૂટેજ ચકાસતા બનાવ શંકાસ્પદ લાગતો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ સ્પષ્ટ થયું હતું.
ત્યારબાદ અમિત રાઠોડ નામના શખ્સને પોલીસ મથકે લઈ જઈ સઘન પૂછપરછ કરતા પોતે ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ હકીકત વર્ણવતા જણાવ્યું હતું કે,પોતાને મોટી રકમનું દેવું થઈ જતા ચાંદી લેણદારોને દેવું ચૂકવવા માટે આ તરકટ રચ્યું હતું.આ સમગ્ર બનાવમાં પૂર્વ વિભાગના બી.વી.જાદવે જણાવ્યું હતું કે,ફરિયાદી અમિત રાઠોડને દેવુ વધી જતા આ ચોરીનું તરકટ રચ્યું હતું તેની સામે પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. હાલ ચાંદીનો સંપૂર્ણ જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ માંથી જાણવા મળી રહ્યું છે
ચુનારાવાડ ચોકમાં રહેતા અમિત રાઠોડ નામના શખ્સો પોલીસમાં જાણ કરી હતી કે પોતાના ઘરમાં રહેલી 37 કિલો ચાંદીની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા છે. જ્યારે પોલીસમાં જાણ કરી ત્યારે પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેની પૂછપરછમાં અમુક મુદ્દાઓ શંકાસ્પદ લાગતા તેની સઘન પૂછપરછ કરતા આખરે અમિત ભાંગી પડ્યો હતો અને પોતે જ ચાંદી છુપાવી દીધી હતી અને આ ચાંદી લેણદારોને આપી દેવું ચૂકતે કરવાનો પ્લાન કર્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું.આ ચાંદીનો જથ્થો લઈ આજે રાજકોટ મૂકે તે પહેલાં જ પોલીસે તેને પકડી લીધો હતો.
ચુનારાવાડ ચોકમાં જોબ વર્ક કરી પરિવારનું ગુજરાન ચલાવતા અમિત રાઠોડની પોલીસે પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ ધરપકડ કરી હતી તેની પૂછપરછ કરતા તેમને રૂપિયા 8 લાખનું દેવું થઈ ગયું હતું અને તે વ્યક્તિને નાણાં ચૂકવવા માટે આ 37 કિલો ચાંદી તેને આપી દઈ ચોરી નું તરકટ રચ્યું હતું.આ ચાંદી ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી પોતે રાજકોટ બહાર ભાગી જવાનો પ્લાન કરતો હોવાનું પોલીસ માંથી જાણવા મળ્યું છે અમિતે જેમને ચાંદી આપી છે તેની પણ ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.