સાબરકાંઠા-અરવલ્લીમાં આજથી ફરી હિટવેવની ચેતવણી - At This Time

સાબરકાંઠા-અરવલ્લીમાં આજથી ફરી હિટવેવની ચેતવણી


છેલ્લા ૪ દિવસથી તાપમાનનો પારો ગગડતાં લોકોને ગરમીથી રાહત. જિલ્લામાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું: કેટલાક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કાળઝાળ ગરમીમાં પીસાતી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની પ્રજાને છેલ્લા ૪ દિવસથી સતત તાપમાનનો પારો ગગડતાં ગરમીમાં રાહત મળી પરંતુ બફારાથી પ્રજા ત્રસ્ત જોવા મળી. રવિવારે પણ વાદળછાયું વાતાવરણ અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી રહેતાં પ્રજાને ગરમીમાં રાહત મળી પરંતુ હવામાન વિભાગે આજથી ફરી હિટવેવની ચેતવણી આપી છે.જયારે કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.