જુનાગઢ માં બીજી વખત ઉનાળા ની કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરાયું. - At This Time

જુનાગઢ માં બીજી વખત ઉનાળા ની કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરાયું.


જુનાગઢ માં બીજી વખત ઉનાળા ની કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરાયું.
માનવ સેવા એજ પ્રભુ સેવા નાં સુત્ર ને સાર્થક કરતી સંસ્થા *શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ* દ્વારા આયોજીત બીજી વખત તા.૨૧|૦૪|૨૦૨૪ ને રવિવારનાં રોજ આઝાદ ચોક - જુનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.
આ કુંડા વિતરણ માં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીઘો હતો.
આ સેવાકીય કાર્ય માં જુનાગઢ નાં નામાંકીત સામાજીક આગેવાનો માં ચંદુભાઈ લોઢીયા, કિશોરભાઈ ચોટલીયા, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરીયા, તરૂબેન ગઢીયા, કુમુદબેન ઠાકર, રમીલાબેન ઘુચલા, રોહિણીબેન આચાર્ય, દમયંતીબેન વૈઠા, દેવીબેન દવે, રેખાબેન સ્વાદીયા, ઈન્દુબેન ખાણદર, જયાબેન પરમાર, ભાવનાબેન કે.વૈષ્નવ, કિરણબેન ઉનડકટ, નોમાબેન ઠાકર, નીલાબેન ભટ્ટ, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ સહભાગી થયાં હતાં.
આ સેવાકીય કાર્ય માં તમામ ઉપસ્થિત મહેમાનો એ સંસ્થા ની કામગીરી બિરદાવી હતી.
આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવાં સંસ્થા નાં પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલા એ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.