બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 3 ડોક્ટરો હોવા છતા પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર હાજર રહેતા ન હોવાના કારણે ઇમર્જન્સી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે, ડોક્ટર હાજર નહીં હોવાથી કલાકો સુધી પોસ્ટમોર્ટમ અર્થે લવાયેલ મહિલાની લાશ રજળી, પરિવાર જનો તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા ડોક્ટરની ગંભીર બેદરકારીને વખોડી કાઢી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત જણાવી, વારંવાર બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની બેદરકારી સામે આવે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવતા નથી. - At This Time

બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 3 ડોક્ટરો હોવા છતા પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર હાજર રહેતા ન હોવાના કારણે ઇમર્જન્સી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે, ડોક્ટર હાજર નહીં હોવાથી કલાકો સુધી પોસ્ટમોર્ટમ અર્થે લવાયેલ મહિલાની લાશ રજળી, પરિવાર જનો તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા ડોક્ટરની ગંભીર બેદરકારીને વખોડી કાઢી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત જણાવી, વારંવાર બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની બેદરકારી સામે આવે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવતા નથી.


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા મથક ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અવાર નવાર ગંભીર બેદરકારીઓના કારણે ચર્ચામાં રહ્યું છે ત્યારે વધુ એકવાર મૃતકની લાશને 20 કલાકથી વધુ સમય ડોક્ટરોની ગેરહાજરીના કારણે લાશ રઝળી પડી હતી જેનાં કારણે સમગ્ર પંથકમાં ગેરહાજર રહેલ ડોક્ટરો તેમજ આરોગ્ય વિભાગ સામે આક્રોશ સાથે રોષ ફાટી નીકળ્યો હતો, જ્યારે બરવાળા આરોગ્ય તંત્ર બેદરકાર હોય તેવું સામે આવ્યું છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં કેમ ભરવામાં આવતા નથી તેવા અનેક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો વારંવાર હોસ્પિટલ છોડી ગેરહાજર રહેવાના કારણે ગંભીર ઇજાગ્રસ્ત તેમજ અનેક દર્દીઓને સારવાર મેળવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સ્ટાફ ક્વાર્ટર માં રહેતા 33 વર્ષીય મહિલા બીન્તાબેન કાર્તિકભાઈ પટેલનુ મૃત્યુ નિપજ્યું હતું જેઓને પોસ્ટમોર્ટમ કરવા માટે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા હતા પરંતુ ડોક્ટર હાજર નહીં હોવાના કારણે કલાકો સુધી મહિલાની લાશ રજળી હતી અને આ તકે પરિવાર જનો અને ભાજપના આગેવાનો દ્વારા આ મામલે ઉગ્ર આક્રોશ સાથે ઘટનાને ગંભીર ગણાવી હતી અને આવી ગંભીર બેદરકારી દૂર થાય તેવી માંગ કરી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.