વિસાવદર આર્ય સમાજૅખાતે યોજાતો વિના મૂલ્યે નેત્ર યજ્ઞ પૂર્ણ - At This Time

વિસાવદર આર્ય સમાજૅખાતે યોજાતો વિના મૂલ્યે નેત્ર યજ્ઞ પૂર્ણ


વિસાવદર મા આર્યસમાજ ખાતે યોજાતો
રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ના સહકારથી વિનામૂલ્યે યોજાયેલ નેત્ર યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા દાતાશ્રી જયંતીલાલ ભીમજીભાઇ બોરડે કહ્યું કે આ સેવા યજ્ઞનો હું સાક્ષી છું અને અંતરિયાળ અને મધ્યમ વર્ગના લોકો ને ઉંમરને હિસાબે જ્યારે આંખની દ્રષ્ટિ જોખમાય છે ત્યારે તેઓને મોતિયાના ચિન્હોની શરૂઆત ગણાય અને આવા આંખના રોગ માટે શ્રેષ્ઠ સેવા સાથેની સારવાર આર્યસમાજ મંદિરે વિનામૂલ્ય યોજાતા મોતિયાના કેમ્પનો લાભ લેવો જોઈએ આજ હું પણ આવા કેમ્પના લાભાર્થી અને દાતા તરીકેનો જસ અન્યને પ્રેરણાદાયી કાર્ય થાય ત્યાં સહભાગી બનો તેવી વિનંતી કરું છું અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી હિતેશભાઈ સોઢા અને છગનભાઈ માલવિયા એ કહ્યું કે ખરેખર આંખના કેમ્પ એ સેવા યજ્ઞ અને જીવનનું ભાથું છે , જે કાર્યકરો જે કાર્ય કરી રહ્યા છે તે પુણ્યનું ભાથુ બાંધે છે સમગ્ર કેમ્પનું સંચાલન જીતુ પરી ભોલેનાથે કર્યું હતું આ કેમ્પમાં સતીશ સાકળીયા સામુહીક આરોગ્ય કેન્દ્ર વિસાવદર , જયદીપ વિરાણી ફાર્માસિસ્ટ , ડોક્ટર રવિન્દ્ર સુના અને ડોક્ટર આર આર વેકરીયા સાહેબ સૅવારત રહેલ , કુલ 215 દર્દીઓની ઓપીડી થયેલ અને 72 દર્દીઓને ઓપરેશન માટે રવાના કરવામાં આવેલ હતા , દરેક દર્દીને આવવા જવા માટે , દવા ચશ્મા , ફેકો મશીનથી ઓપરેશન વિનામૂલ્ય ભોજન અને ગરમ ધાબળા પણ ઓપરેશન બાદ ભેટ આપેલ હતા આ સૅવાયજ્ઞ ને સફળ બનાવવા માટે હાર્દિકભાઈ વિઠલાણી મણીભાઈ રીબડીયા , જેરામભાઈ સંઘાણી પીટી વૈષ્ણવ વગેરે એ જે ખરેખર સ્વયંસેવક ની વ્યાખ્યામાં આવે તેવી રીતે તેઓએ આ કેમ્પમાં સેવા આપી અને આ સેવાયજ્ઞ પૂર્ણ કરેલ હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.