બાવળાનાગાંગડ ગ્રામ પંચાયત દ્વારા જીવનશાળા ગાંગડ ના બાળકો ને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું - At This Time

બાવળાનાગાંગડ ગ્રામ પંચાયત દ્વારા જીવનશાળા ગાંગડ ના બાળકો ને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું


બાવળા તાલુકાના ગાંગડ ગામે આવેલ જીવનશાળા ના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ગાંગડ ગ્રામ પંચાયત ના તમામ સભ્યો દ્વારા ૭૦૦ વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું જેમાં ગાંગડ ગ્રામ પંચાયતના સરપંચ ધારાબેન લાલજીભાઈ ચૌહાણ, ઉપસરપંચ અમજતખાન પઠાણ, તેમજ પંચાયતના સભ્યો અજયપાલસિંહ વાઘેલા,આદિત્યપાલસિંહ વાઘેલા,પૃથ્વીરાજસિંહ સિસોદિયા, જયદીપસિંહ પરમાર,પ્રવીણભાઈ શ્રીમાળી,ભરતભાઈ વાઘેલા,અરજણભાઈ સોલંકી,ગોવિંદભાઈ સોલંકી તેમજ ગાંગડ તલાટી ક્રમ મંત્રી વિશ્વજીતસિંહ વનાર,હિતેશભાઈ મકવાણા, આચાર્ય મનોજભાઈ રાણા,એસએમસી મંગલસિંહ વાઘેલા,તથા ગામના લોકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ સ્કૂલના શિક્ષક સ્ટાફ તથા વાલીઓ તરફથી પંચાયતનો આભાર માનવામાં આવ્યો હતો.

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.