સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા શ્રીરામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/syfgxjjypjl1ezsk/" left="-10"]

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા શ્રીરામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું


પ્રભુ શ્રીરામના જીવન આધારિત વિવિધ ૧૫ જેટલા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યાં

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ‘રામોત્સવ’ની ઉજવણી તા. ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્રસંગ, અહલ્યા ઉદ્ધાર, ભરત મિલાપ, શ્રી રામણ બાલ્યઅવસ્થા, સિતા સ્વયંવર, શબરી, રામસેતુ નિર્માણ, રામનો રાજ્યાભિષેક, રામ રાવણ યુધ્ધ વગેરે પ્રભુ શ્રીરામના જીવન આધારિત વિવિધ ૧૫ જેટલા ટેબ્લો નીકળ્યા હતા. આ ટેબ્લોમાં અનુસ્નાતક વિભાગો અને યુનિવર્સિટી સલગ્ન કોલેજોએ ભાગ લીધો હતો. આ રથયાત્રાનો રુટ યુનિવર્સીટી પરિસર, યુનિવર્સીટી ગર્લ્સ હોસ્ટેલ, નલીની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ, ભાઈકાકા સ્ટેચ્યુ, મનીષ કોર્નર, એ.પી.સી.સર્કલ, પેટ્રોલ પંપ, સ્માર્ટ બજાર થી પુન: પ્રસ્થાન, એચ.એમ.પટેલ સ્ટેચ્યુ / ઋતુ આઈસ્ક્રીમ, ઈલ્સાસ, મોટા બજાર, સી.વી.એમ. ઓફિસ, બી.વી.એમ.કોલેજ, ભાઈકાકા લાયબ્રેરીથી સરદાર પટેલ યુનિવર્સિટી પરત એમ રહ્યો હતો. આ શ્રી રામ રથયાત્રા પ્રસંગે કા. કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ,આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ બિપિનચંદ્ર પી. પટેલ(વકીલ) ઉપરાંત સમગ્ર યુનિવર્સિટી પરિવાર,સંલગ્ન કોલેજો અને નગરજનોએ લાભ લીધો હતો. સમગ્ર શોભા યાત્રા દરમિયાન નગરજનોએ રથયાત્રા પર પુષ્પ વર્ષા કરી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]