શહેરા તાલુકામાં ધન્વતરી આરોગ્ય રથને લીલી ઝંડી આપતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ - At This Time

શહેરા તાલુકામાં ધન્વતરી આરોગ્ય રથને લીલી ઝંડી આપતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ


શહેરા

શહેરા તાલૂકામાં શ્રમિક માટે આર્શિવાદ રૂપ બની રહેલી ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સ સેવાને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા લીલી ઝંડી આપીને કઠવામાં આવી હતી.
બાંધકામ શ્રમયોગીઓમાં ગંભીર રોગો તેમજ પ્રાથમિક તબ્બકે અટકાવા,પ્રાથમિક તબીબી આપી સેવા પુરી પાડવી, પુરી પાડવાના હેતુથી સરકાર દ્વારા ધન્વતંરી આરોગ્ય રથની શરુઆત કરવામા આવી છે. જીલ્લામાં બાંધકામ સાઈટો પર શ્રમિક કામદારો કામ કરતા હોય છે. તેમને પણ આ રીતેની સુવિધા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સુખાકારી પગલુ લેવામા આવ્યુ છે,જેમા શહેરા તાલુકામાં ધન્વતરી આરોગ્ય રથ સેવાની શરુઆત કરવામા આવી છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા આ ધન્વતંરી આરોગ્યની રથ સેવાની નવીન એમ્બયુલન્સ વાનને રીબીન કાપીને લોકાપર્ણ કરી જાહેર સેવા માટે ખુલ્લી મુકીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવામા આવ્યુ હતું. આ ધન્વતરી રથમાં પાચં જણનો સ્ટાફ હોય છે.જેમા મેડીકલ ઓફીસર,ડ્રાઈવર,લેબ ટેકનીશીયન, પેરામેડીકલ સહિતનો સ્ટાફ હોય છે, સાથે સાથે આમા હેલ્થને લગતી તમામ સારવાર આપવામા આવે છે. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફીસર ભરતભાઈ ગઢવી, સરકારી રેફરલ હોસ્પિટલના મેડીકલ ઓફીસર અશ્વિનકુમાર રાઠોડ, ધન્વતંરી આરોગ્ય રથની મેડીકલ ટીમ,આરોગ્ય વિભાગની ટીમ સહીત જાહેર જનતા પણ ઉપસ્થિત રહી હતી

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.