રાજકોટ : ઘરમાં કામ કરતા નેપાળી શખ્સે અન્ય બે શખ્સને બોલાવી 14 વર્ષના બાળકને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી - At This Time

રાજકોટ : ઘરમાં કામ કરતા નેપાળી શખ્સે અન્ય બે શખ્સને બોલાવી 14 વર્ષના બાળકને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી


રાજકોટ શહેરમાં આજે સનસનાટી ફેલાવી દે તેવી લૂંટની ઘટના સામે આવી છે. શહેરના રોયલ પાર્કમાં શેરી નંબર સાતમાં લૂંટની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે માતોશ્રી બંગલામાં નેપાળી શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.
બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે અન્ય બે નેપાળી શખ્સોને બોલાવીને ઘરમાં એકલા રહેલા 14 વર્ષના તરુણને ઓશીકું ફાડી તેના કપડાથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખ રૂપિયા ની લૂંટ ચલાવવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન 2 સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માતોશ્રી બંગલો પ્રભાતભાઈ દુધાતનો છે. હાલ તેઓ પરિવાર સાથે અમદાવાદ ગયા છે ત્યારે તેમનો 14 વર્ષનો પુત્ર જશ ઘરમાં એકલો હતો. ત્યારે ઘરમાં જ કામ કરતા નેપાળી વ્યક્તિએ એકલતાનો લાભ લઈ અને બે નેપાળી વ્યક્તિને બોલાવી 14 વર્ષના જશને ઓશીકું ફાડી તેના કપડાથી બાંધી બંધક બનાવ્યો હતો અને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. હાલ ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રોયલ પાર્કમાં આવેલ બંગલામાં રહેતા પ્રભાતભાઈ ડી. સિંધવના બંગલામાં આજે વહેલી સવારે 14 વર્ષનો પુત્ર ઘરે અકેલો હતો ત્યારે બંગલામાં જ રહેતા નેપાળી યુવકે મિત્રો સાથે મળી લૂંટને આપ્યું અંજામ.
રામ ઉર્ફે અનિલે મિત્રો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો. આજે વહેેલી સવારે સાત વાગ્યાની આસપાસ નીચે રહી ઘરઘટીનું કામ કરતા યુવાને અન્ય બે યુવકો સાથે મળી 14 વર્ષના પુત્રને બંધક બનાવી લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. દાદા નીચે રૂમમાં સુતા હતા ત્યારે વહેલી સવારે પુત્ર સ્કૂલ ન જતાં ઉપર રૂમમાં જોવા જતા પુત્ર ખુરશી સાથે સાથે બંધક હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં દાદાએ પુત્રને છોડવતા સમગ્ર ઘટના બતાવી હતી અને ત્યારબાદ દાદાએ આજુબાજુના લોકોને બોલાવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.