મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ, વડનગર દ્વારા દિવ્યાંગજન નવરાત્રી મહોત્સવ યોજાયો. - At This Time

મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ, વડનગર દ્વારા દિવ્યાંગજન નવરાત્રી મહોત્સવ યોજાયો.


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે ૦૫ તા
ના રોજ બી. એન. હાઇસ્કુલ, વડનગર ખાતે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ, વડનગરના મંત્રી હિતેશભાઈ ખત્રી અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગજન નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. જેમાં દિવ્યાંગજન મન મૂકીને ગરબે ઘૂમ્યાં હતાં. આ પ્રસંગે જરૂરિયાતમંદ દિવ્યાંગને આલોકરાય તરફથી ટ્રાઇસીકલ ભેટ આપવામાં આવી હતી. તેમજ પાંચ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર અંધજન શ્વેતલાકડી આપવામાં આવી હતી. ગરબે ઘૂમનાર અલગ અલગ પ્રકારના દિવ્યાંગજનોને ૧ થી ૩ વિજેતા નંબર આપી આકર્ષક ઈનામ કમલેશભાઈ વૈધ તરફથી આપવામાં આવ્યાં હતાં. ગરબે ઘૂમનાર તમામ દિવ્યાંગજનોને પણ જીતેન્દ્રભાઈ સિંધી તરફથી લાહણી આપવામાં આવી હતી. છેલ્લે ભોજનપ્રસાદ લઈ સૌ દિવ્યાંગ ભાઈ-બહેનો ખુશી ખુશી નિજગૃહે પરત ફર્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાદરભાઈ એન. મનસુરી ( વિશિષ્ટ શિક્ષક અંધજન મંડળ, વિસનગર ) દ્વારા પોતાની આગવી શૈલીથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આલોકરાય ( સામાજિક કાર્યકર, મહેસાણા) જિતેન્દ્રકુમાર કે. સિંધી ( જુલેલાલ સેવા મંડળ, વિસનગર ), કમલેશભાઈ વૈદ્ય ( પ્રમુખ- માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ , વિસનગર ) , ઠાકોર માનસંગજી રાણાજી ( ભોજનદાતા), હિતેશભાઈ રાણા, અમદાવાદ, બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ અને પત્રકાર કપિલ ચૌહાણ, શિક્ષક બકુલભાઈ પરમાર, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના ભગાજી વીસાતર, દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણાના જીતુભાઈ ચૌધરી તથા મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ, વડનગરના પ્રમુખ સમીરભાઈ પટેલ, આશાબેન પરમાર, નીતાબેન પ્રજાપતિ, ગીરીશભાઈ નાયી, રાજેશજી ઠાકોર તેમજ સંસ્થાની તમામ ટીમ તથા દિવ્યાંગ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon