તારીખ 5 10 2022 બુધવારના રોજ બોટાદ જિલ્લાના ખસ ગામે શ્રી કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને હિતુભાઈ ખાચર(સુંદરિયાણા) ના ફાર્મ હાઉસે ભવ્ય વિજયાદશમીનો ઢોલ નગારા અને શાસ્ત્રો ક ભૂદેવ ની મંત્ર સિદ્ધિ સાથે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો - At This Time

તારીખ 5 10 2022 બુધવારના રોજ બોટાદ જિલ્લાના ખસ ગામે શ્રી કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને હિતુભાઈ ખાચર(સુંદરિયાણા) ના ફાર્મ હાઉસે ભવ્ય વિજયાદશમીનો ઢોલ નગારા અને શાસ્ત્રો ક ભૂદેવ ની મંત્ર સિદ્ધિ સાથે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો


પ્રેરક પાવન ઉપસ્થિતિમા પરમ વદનિય મહંત મહારાજ શ્રી ભરત બાપુ ના કરકમળ હસ્તે દીપ પ્રાગટ્ય શસ્ત્ર પૂજન કરેલ આ સમયે સૌરાષ્ટ્ર કાઠીયાવાડ ની આનબાન અને શાન એટલે કાઠીયાવાડી અશ્વ જે જાતવાન અશ્વ અનેક હરિફાઈ માં વિજેતા બનેલા એવોર્ડ પામેલા મોંઘેરા
અશ્વનું પણ વિધિવત પૂજા કરવામાં આવે
વિવિધ જ્ઞાની વક્તાઓ દ્વારા સાહિત્ય ઇતિહાસ બાબતે ચર્ચાઓ થયેલ પુસ્તકોમાં વાંચવાનું મળે એવી ગહન વાતો વાતોથી તરબોળ થયા અને પ્રગટ પંચાલનું પીરાણું લોમેવ ધામ ના મહંત મહારાજ શ્રી ભરત બાપુએ સૌ ડાયરો ને રૂડા આશીર્વાદ આપે: આ દેવદીપ્યમાન શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સમારોહમાં નામાંકિત ઇતિહાસકારો સાહિત્યકારો ની ઉપસ્થિતિ થી કાર્યકમ દિપી ઉઠેલ
: આ સુંદર કાર્યક્રમ માં હીતુભાઈ ખાચર તથા મનુભાઈ ધાધલ વાવડી તથા ડી.વી ખાચર પાળીયાદ રામકુભાઈ ખાચર કુંભારા તથા વનરાજભાઈ ખવડ બોટાદ તથા જયરાજભાઇ ધાધલ વાવડી અનેક ક્ષત્રિય સમાજના મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ

રીપોર્ટ - હરેશભાઈ ધાધલ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.