સુરેન્દ્રનગરના વાહનચાલકો જુલાઇ માસમાં 14.48 લાખમાં દંડયા

સુરેન્દ્રનગરના વાહનચાલકો જુલાઇ માસમાં 14.48 લાખમાં દંડયા


- ટ્રાફિકના નિયમનો ભાંગ કરનારા - જાહેરમાં તમાકુ ખાતા ૩૧ વ્યકિત પાસેથી પણ રૂા. 3100 દંડ વસૂલાયોસુરેન્દ્રનગર : શહેર ટ્રાફિક પોલીસે જુલાઈ માસ દરમિયાન નિયમભંગ કરનાર સુરેન્દ્રનગરના વાહનચાલકો પાસેથી રૂા.૧૪.૪૮ લાખનો દંડ વસૂલ કર્યો હતો.સુરેન્દ્રનગરમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ભંગના કિસ્સા વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિક નિયમો જાણતા હોવા છતાં બેદરકારી દાખવે છે આવા વાહનચાલકો  સામે ટ્રાફિક પોલીસ દ્વારા શહે શરમ વિના દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જુલાઈ મહિના દરમ્યાન  ટ્રાફિક પોલીસે શહેરમાં નિયમ ભંગ કરતા ૩૭૨૭ વાહનચાલકો  પાસેથી રૂા.૧૨,૪૬,૨૦૦નો હાજરદંડ વસૂલ કર્યો હતો. ઉપરાંત આર.ટી.ઓના નિયમ ભંગ બદલ ૩૭ વાહન ચાલકો પાસેથી ૧,૮૮,૫૦૦નો દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી રીતે બેસતા ૧૦૨ લારી પાથરણાવાળા પાસેથી રૂા.૧૦,૨૦૦નો દંડ પણ વસૂલાયો હતો. તેમજ તમાકુ ખાતા પકડાયેલા ૩૧ વ્યકિતઓ પાસેથી રૂા.૩૧,૦૦ દંડ વસુલ કરાયો હતો. આમ નિયમભંગ કરનાર ૩૮૯૭ વાહનચાલકો પાસેથી કુલ રૂા.૧૪,૪૮,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »