જામનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન મેયરની અધ્યક્ષતામાં વિદ્યાર્થીને ઘોડા પર બેસાડી પ્રવેશ અપાયો - At This Time

જામનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન મેયરની અધ્યક્ષતામાં વિદ્યાર્થીને ઘોડા પર બેસાડી પ્રવેશ અપાયો


જામનગર તા 25 જુન 2022,શનિવાર રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા સંચાલિત શાળામાં મેયરની અધ્યક્ષતામાં એક વિદ્યાર્થીનીને ઘોડા પર બેસાડીને શાળામાં પ્રવેશ અપાયો હતો.જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી દેશળ ભગત પ્રાથમિક શાળા નંબર ૧૫ માં નગરના મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં એક વિદ્યાર્થીની પસંદગી કરીને તેણીને ઘોડા પર બેસાડી સાજ શણગાર કરીને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં પ્રવેશ અપાયો હતો. સાથોસાથ વિદ્યાર્થીનીને ફુલહાર કરી, કુમકુમ તિલકથી ચાંદલા કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.