પવિત્ર શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ઉમટી પડ્યા હરહર મહાદેવના નાદ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ssgkkul8cwbms82y/" left="-10"]

પવિત્ર શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ઉમટી પડ્યા હરહર મહાદેવના નાદ…


વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર ગીર સોમનાથ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને હરહર મહાદેવ અને જય સોમનાથના નાદથી વાતાવરણ શિવમય બન્યું હતું કોરોનાકાળના બે વર્ષ બાદ સોમનાથ ટ્રસ્ટ તથા સરકાર દ્વારા તમામ પાબંદીઓ હટાવી લેવામા આવી છે, ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સવારે 5:30 કલાકે ખુલતાની સાથે જ ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ભાવિકો શાંતીથી અને કતારબંધ દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી અને ભાવિકોએ પણ સોમનાથ મહાદેવના દર્શન, પૂજા, આરતી કરી ધન્યતા અનુભવી હતી આજે સોમનાથ મંદિરમાં પ્રથમ ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ તથા પૂજારીગણ દ્વારા કરવામાં આવ્યું સોમનાથ ટ્રસ્ટ તથા દાતાઓ દ્વારા 8 જેટલા ભોજનપ્રસાદના ભંડારાઓ પણ વિનામુલ્ય કાર્યરત કરાયા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]