બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના” અંતર્ગત તાલીમ વર્ગ સંપન્ન - At This Time

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના” અંતર્ગત તાલીમ વર્ગ સંપન્ન


કાર્યક્રમના અંતમાં ભાગ લેનાર મહિલાઓને પ્રમાણપત્ર અને કેનીંગ બુકનું વિતરણ

મહિલાઓ આર્થિક રીતે પગભર થાય અને વિટામીનયુક્ત વાનગીઓ બનાવતા શીખે તે હેતુથી કાર્યક્રમ યોજાયો

મહિલાઓ આર્થિક રીતે પગભર થાય અને વિટામીનયુક્ત વાનગીઓ બનાવતા શીખી શકે તેવા હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બરવાળા તાલુકાના ઝરવલીયા ગામે ”મહિલા વૃતિકા યોજના” અંતર્ગત ગામની ૩૦ જેટલી બહેનોને બે દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ (કેનિંગ) વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ફીંડલાનું શરબત, શાકભાજીનું અથાણું, મિક્સ ફ્રૂટનો જામ, પપૈયાની ટુટી ફ્રૂટી, ટામેટાનો કેચઅપ, ટોપરાના લાડુ વગેરે બનાવટો સ્થળ પર બનાવવામાં આવી હતી.

બાગાયત મદદનીશ પી.એચ.શિયાળીયા અને બાગાયત નિરીક્ષક એમ.એન.રાઠોડ દ્વારા સમગ્ર તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તાલીમાર્થીઓને યોજનાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથોસાથ કાર્યક્રમના અંતમાં પ્રમાણપત્ર અને કેનીંગ બુકનું વિતરણ કરી બે દિવસીય કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.