મેંદરડા ખાતે શ્રીકૃષ્ણ ભગવાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ પટેલ સમાજ ખાતેથી સવારે પ્રસ્થાનકરી સ્વામિનારાયણ મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sn24ug6uraqvquoj/" left="-10"]

મેંદરડા ખાતે શ્રીકૃષ્ણ ભગવાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ પટેલ સમાજ ખાતેથી સવારે પ્રસ્થાનકરી સ્વામિનારાયણ મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા


મેંદરડા ખાતે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા પટેલ સમાજ ખાતેથી સવારે રથયાત્રા પ્રસ્થાન કરી નાજાપુર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ
શ્રાવણ માસ નો પર્વ એટલે ગોકુળ આઠમ આ આઠમના રોજ શ્રીકૃષ્ણનો જન્મ થયેલ હતો આજના દિવસે જન્માષ્ટમીના પર્વ તરીકે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે મેંદરડાની જુદી જુદી સમિતિઓ દ્વારા ભવ્ય રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરેલ હતી જેમાં વડલીચોક,જૂની મેઇન બજાર, અજમેરા ચોક,પાદરચોક, જુનાગઢ સાસણ મેઈન રોડ, બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી જેમાં ખાસ કરીને સોસાયટી ના રહીશો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર મટકીઓ લટકાડવામાં આવેલ હતી અને યુવાનો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા રથયાત્રા પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયત કચેરી પાસે સમિતિ દ્વારા વિવિધ ફ્લોટ તૈયાર કરવામાં આવેલ હતા અને રાત્રે ૧૨ કલાકે શ્રીકૃષ્ણજન્મોત્સવ ની ઉજવણી ભાઈઓ બહેનો બાળકો સહિતના નગરજનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા હિંદુ ધાર્મિક ઉત્સવ સમિતિ મેંદરડાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા સફળ બનાવવામાં આવેલ હતો
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]