રાજકોટ : ભગવતીપરામાંથી વિદેશી દારૂની 60 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો - At This Time

રાજકોટ : ભગવતીપરામાંથી વિદેશી દારૂની 60 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો


શહેરના ભગવતીપરામાં નદીના કાંઠે રહેતો મહમદ હનીફ ઉર્ફે હનકો હબીબભાઇ શેખ નામના શખ્સે તેના વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. કે.ડી. પટેલની ટીમને મળી હતી.
માહીતીના આધારે ભગવતીપરામાં નદીના કાંઠે વાડામાં દરોડો પાડી રૂ. 30 હજારની કિંમતની શરાબની 60 બોટલ સાથે મહમદ હનીફ ઉર્ફે હનફો શેખને ક્રાઇન બ્રાન્ચના પી.એસ.આર. કે.ડી. પટેલ, હેડ કોન્સ્ટેબલ દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, નિલેશભાઇ ડામોર, મયુરભાઇ મિયાત્રા, અજયભાઇ ભુડીયા, કોન્સ્ટેબલ મુકેશભાઇ ડાંગર, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાએ ઝડપી લીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.