PMનો ગુજરાત પ્રવાસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eulthzeiaqe9t32s/" left="-10"]

PMનો ગુજરાત પ્રવાસ


અમદાવાદમાં PMએ મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું, કહ્યું- મને ખુશી છે કે બધા ભેગા મળીને ચિંતા કરે છે

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, પ્રધાનમંત્રીએ ભરુચના આમોદ બાદ આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભરૂચવાસીઓને 8200 કરોડના વિકાસનાકામોની ભેટ આપી છે. આમોદની રેવા શુગર ફેક્ટરીના મેદાનમાં 36 હજાર સ્કવેરફૂટમાં સભા મંડપમાં તેમણે જનસભાને સંબોધી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનની સભામાં લોકોને લાવવા-લઇ જવા માટે રાજ્યભરના 29 ડેપોમાંથી 780 જેટલી બસો ફાળવવામાં આવી હતી. આમોદ બાદ વડાપ્રધાન આણંદ પહોંચ્યા હતા અને ત્યારબાદ અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે, રાત્રિ રોકાણ જામનગરમાં કરશે.

પીએમ મોદીએ મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું
અમદાવાદના છારોડી ખાતે મોદી શૈક્ષણિક સંકુલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે આ સાથે હોસ્ટેલ બિલ્ડિંગ પણ ખુલ્લું મુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 કરોડના ખર્ચે તૈયાર થયેલા મોદી સંકુલનું ઉદ્ધાટન કર્યું છે. આ સંકુલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ છે. મોદી સમાજ દ્વારા 12 માળનું સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 116 રૂમ છે અને 400થી વધુ વિદ્યાર્થીઓના રહેવા અને ખાવાપીવાની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.

મોદી સંકુલના લોકાર્પણ બાદ સભા સંબોધતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ભાગ્યે જ એવું બન્યુ હશે કે આ સમાજ ક્યારે કોઈને નડ્યો હશે. આપણા સમાજમાં પોતાની રીતે આગળ આવનારા લોકો છે. મારા માટે સમાજના આશિર્વાદ લેવા એ ધન્ય ઘડી છે. મારે વ્યક્તિગત રીતે સમાજનો આભાર માનવો છે. આ સમાજનો એક દીકોર સૌથી લાંબો સમય સીએમ બન્યો છે. અને આ સમાજના દીકરાને બીજી વખત પીએમ બનાવ્યા છે છતાં આ સમાજનો એકપણ વ્યક્તિ કોઈ કામ લઇને આવ્યો નથી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું- આ કોઈ નાની વાત નથી. આ સમાજના સંસ્કાર છે. મારે આ સમાજનું ઋણ સ્વીકાર કરવું છે. એટલા માટે હું આ સમાજને સલામ કરું છું. આ સમાજને આદરપૂર્વક વંદન કરું છું. અમે ક્યારે કોઈને નડ્યા નથી. સમાજનો કોઈપણ વ્યક્તિ મારી પાસે કામ લઈને આવ્યો નથી. મારું કુંટુંબ જોજનો દૂર રહ્યું છે. આપણે મોડા પડ્યા પરંતુ સાચી દિશામાં છીએ. આપણા સમાજમાં પોતાની મેળે આગળ વધનારા લોકો છે. મને ખુશી છે કે બધા ભેગા મળીને ચિંતા કરે છે.

આણંદમાં વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશો

આણંદવાસીઓ મને દિલથી પ્રેમ કરે છે, કમળને હંમેશા ખીલતુ રાખ્યું છે

ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે, ગુજરાત ભાજપ એટલે સેવા અને શાંતિ

ગુજરાત એટલે ઉતરોત્તર પ્રગતિ, નિત નવા સાહસો, મારા ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર છે

ગુજરાત એટલે સબ કા સાથ સબ કા વિકાસ, તમે જેટલો પ્રેમ આપ્યો અમે એટલો વિકાસ આપ્યો

25-30 વર્ષના જુવાનીયાઓને પેલાની સ્થિતિ ખબર નહોતી, નાની નાની વાતમાં દેશ છોડવો પડતો હતો

આજે ગુજરાતની દીકરી મોડી રાત સુધી સ્કુટી લઇને બહાર જાય પણ મા-બાપ ચિંતા મુક્ત હોય છે

દીકરીઓને સન્માન આપીને મા-બાપની ચિંતા ઓછી કરી દીધી છે

આપણે ગુજરાતને મુસિબતમાંથી બહાર કાઢ્યું

ઘણીવાર આણંદથી જાન નીકળે અને વડોદરા જ રોકાવું પડતું હતુ, આજે ગુજરાતને હરણફાળ પ્રગતિ કરી છે

ગામે ગામ પાકા રસ્તા બનાવ્યા, ઘરે ઘરે પાણી પહોંચાડ્યું

તમને આશ્રર્ય થશે પાંચ માળનું મકાન હોય અને સીડી ન હોય તો? ગુજરાતમાં કેટલાક ડેમ તો અગાઉની સરકારે બનાવ્યા પણ કેનાલ ન બનાવી

આ કામ 20 વર્ષ પહેલાં શરુ કરીને ભાજપ સરકારે પુરુ કર્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટિથી વિશ્વભરમાં સરદાર પટેલનું સન્માન થયું છે, પણ કોંગ્રેસવાળા હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નથી ગયા

ભાજપની સરકારે 20 વર્ષમાં ડબલ કામ કર્યા છે, ઘરે ઘરે વીજળી પહોંચાડી છે, ગામડામાં થ્રીફેઝ વીજળી મળવા લાગી છે

ઘરમાંથી જવાનીયાઓને ઘરડા મા-બાપ છોડીને નોકરી માટે હવે દુર દુર નથી જવું પડતું, ઘર આંગણે જ રોજગારી મળે છે

20 વર્ષમાં દુધનું ઉત્પાદન અઢી ગણુ થઇ ગયું છે, 20 વર્ષમાં ફળ અને શાકભાજીનું ઉત્પાદન ત્રણ ગણુ થયું

સાબરકાંઠાની શાકભાજી દિલ્હી સુધી પહોંચવા લાગી

પહેલાં પશુઓ દુધ માટે જ ઉપયોદમાં આવતા હવે ગોબર અને મુત્ર પણ કમાણી કરી આપે છે

આણંદ જિલ્લાએ ગોબરધનનો પ્લાન્ટ બનાવી દેશમાં ક્રાંતિ લાવી છે

વીજળીનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઇ ગયો છે

21માં સદીમાં ગુજરાતની ઓળખ વિશ્વભરમાં થઇ છે

દુનિયામાં સૌથી મોટું હાઇડ્રોજન હબ તરીકે ગુજરાત ગુંજી ઉઠશે

ઇલેક્ટ્રી વ્હિકલ બાદ હવે વિદ્યુત કારથી દુનિયામાં ડંકો વગાડવાનો છે

ભારતમાં ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે, મેટ્રો રેલથી લોકોનો સમય બચશે

દુનિયાનુું સૌથી મોટુ સ્ટેચ્યુ ગુજરાતમાં, આણંદ સાક્ષી છે 20 વર્ષમાં કેટલો મોટો કુદકો માર્યો છે

ભાજપ સરકારે શિક્ષણ અને વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યું છે, નવજવાન વિદ્યાર્થીઓ માટે શુ નથી કર્યુ?

20 વર્ષ પહેલાં એન્જિનિયરિંગમાં 10 હજાર કરતા પણ ઓછી બેઠકો હતી, આજે 70 હજાર છે

20 વર્ષ પહેલાં MBAની 2 હજાર બેઠક હતી, આજે 12 હજાર કરતા પણ વધું છે

ગુજરાતમાં રહીને જીવનમાં આગળ આવવાની તકો ઉભી થઇ છે

ગુજરાતનું ગૌરવ પ્રત્યેક ગુજરાતની વિરાસત છે

અમે વાતોના વડા કરનારા લોકો નથી, ધરતી પર કામ કરીને બતાવનારા લોકો છીએ

​​​ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાભરના લોકોને આશ્ચર્ય પમાડે છે

થોડા દિવસ પહેંલાં હું પાવાગઢ આવ્યો હતો, 500 વર્ષથી માતાજીના મંદિરે ધજા નહોતી ફરકતી અને આ લોકો કહે છે કે અમે વિકાસ કર્યો છે.

ગુજરાતમાં ચારે તરફ વિરાસતનું સન્માન અને વિકાસનો સિલસિલો કાયમ આગળ વધતો રહેશે

તમે કાશી, કેદારનાથ અને આયોધ્યા જુઓ, વિકાસ દેખાય છે કે નહીં?

આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય એવું મને લાગે છે, પહેલાં તો હાકલા પડકારા કરતા હતા, આ વખતે બોલતા નથી પણ ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે. એટલે તમે સાવચેત રહેજો. એ નવી ચાલચલીને તમને ભોળવશે..

​​​​​આપડે એમની ટીકા નથી કરવી પણ સતર્ક રહેવું પડશે, આવનારી ચૂંટણીમાં વધારે સતર્ક રહેવું પડશે

સી.આર પાટીલના નેતૃત્વમાં ભાજપનો એક એક કાર્યકર ગામે ગામ જઇને વિકાસના કામ કરશે

ગુજરાત દેશની એક અલગ તાકાત છે, દેશને ગુજરાત પાસેથી ઘણી અપેક્ષા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]