જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર પિતા-પુત્રનો બાઈકનો ઘોડીથી હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/skun0hqawkr95pus/" left="-10"]

જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર પિતા-પુત્રનો બાઈકનો ઘોડીથી હુમલો


સોખડામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર પિતા-પુત્રએ બાઈકની ઘોડીથી હુમલો કરતાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે સોખડામાં નિરાંતનગર મેઈન રોડ પર રહેતાં નિલેશભાઇ મનોજભાઈ સોલંકી (ઉ.વ 20) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કલ્પેશ સોમા જાદવ અને સોમા જાદવ (રહે. બંને સાત હનુમાન મંદીર પાછળ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવિંગ કામ અને તેમના પિતા ઓટો રિક્ષા ચલાવે છે. ગઈકાલે સાંજના સોખડા રોડ પર તેઓની બાઈકની ઘોડી તૂટી ગયેલ હોય જે રિપેર કરાવવા માટે જતાં હતાં.
ત્યારે સોસાયટીમાં રહેતો કલ્પેશ જાદવ ઘસી આવેલ અને કહેલ કે, મેં અગાઉ તારી માતાને મારમાર્યો હતો. ત્યારે તમે ફરિયાદ કરેલ હતી.તેમજ તારા પિતાને પણ માર મારી શકું તેમ કહેતાં તેમને કહેલ કે, મારા પિતાજીને તું કેમ માર મારે તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી તેના પિતા સોમાભાઈ બાજુમાંથી આવેલ અને જપાજપી કરવા લાગેલ હતાં.
બાઇકની ઘોડી કલ્પેશે લઈ તેમનાં માથામાં અને હાથમાં ઘા ઝીંકી દિધા હતાં. બાદમાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ આઈ.એ.ભટ્ટીએ તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]