મોડ્યૂલ સદસ્યના ખુલાસા બાદ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં મદરેસા સહિત અનેક સ્થળો પર SIAના દરોડા - At This Time

મોડ્યૂલ સદસ્યના ખુલાસા બાદ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં મદરેસા સહિત અનેક સ્થળો પર SIAના દરોડા


- શુક્રવારે દિલ્હી અને જમ્મુ પોલીસે સાથે મળીને યાસીનની ધરપકડ કરી હતીજમ્મુ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારજમ્મુ-કાશ્મીરના પૂંચમાં જમ્મુ-કાશ્મીર પોલીસની SIAએ મદરેસા સહિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આતંકવાદી માટે હવાલા રકમ મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. SIAની ટીમે સવારે 6:00 વાગ્યાથી કાર્યવાહી હાથ ધરી છે. બસ સ્ટેન્ડ પરથી બે દિવસ પહેલા પકડાયેલા મોડ્યૂલના સદસ્યના ખુલાસા પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ પાસેથી પકડાયેલો વ્યક્તિ મદરેસા સંચાલકનો ડ્રાઈવર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.દિલ્હીનો કાપડનો વેપારી સાત લાખ હવાલા રકમ સાથે ઝડપાયોતમને જણાવી દઈએ કે, જમ્મુ બસ સ્ટેન્ડ પરથી ગુરૂવારે ધકપકડ કરવામાં આવેલ લશ્કર સહયોગી અબ્દુલ હમીદને હવાલાના પૈસા આપનાર આરોપીની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે. જમ્મુ અને દિલ્હી પોલીસે સાથે મળીને દિલ્હીના નલબંધન ટર્કમૈન ગેટ સ્થિત મોહમ્મદ યાસીનની ધકરપકડ કરી હતી. યાસીનના કબ્જામાંથી 7 લાખ રૂપિયાની હવાલા રકમ મળી આવી હતી. યાસીન કાપડનો વેપારી છે. દિલ્હીના મીના બજારમાં બેસીને યાસીન એક દુકાનની આડમાં બહારથી લશ્કર માટે હવાલાના પૈસા જમ્મુ-કાશ્મીર લઈ જતો હતો. એક સંયુક્ત ઓપરેશનમાં દિલ્હી અને જમ્મુ-કાશ્મીર પોલીસે યાસીનની ધરપકડ કરી છે જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને અલ-બદરને ભંડોળ પૂરું પાડતો હતો.17 ઓગષ્ટના રોજ યાસીને અબ્દુલ હમીદને 10 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા પૂંચમાં રહેનારા એક વ્યક્તિને આપવાના હતા પરંતુ તે પહેલા પોલીસે હમીદની જમ્મુના બસ સ્ટેન્ડ પરથી ધરપકડ કરી લીધી હતી. હમીદે પૂછપરછ બાદ યાસીનનું નામ જણાવ્યું હતું. શુક્રવારે દિલ્હી અને જમ્મુ પોલીસે સાથે મળીને યાસીનની ધરપકડ કરી હતી. હવાલાના પૈસા દક્ષિણ આફ્રિકાના થઈને સુરત અને મુંબઈ આવી રહ્યા હતાપૂછપરછ દરમિયામ મોહમ્મદ યાસીને ખુલાસો કર્યો કે, હવાલાના રકમ દક્ષિણ આફ્રિકાના થઈને ભારતના સુરત અને મુંબઈમાં મોકલાવામાં આવી રહ્યા છે. યાસીન આ હવાલા શ્રેણીને દિલ્હીમાં ચાલાવી રહ્યો હતો. આ રકમ અલગ-અલગ કુરિયર મારફતે દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.