વડોદરા મટકી ફોડ કાર્યક્રમમાં બે યુવક પડી જતા ઘાયલ - At This Time

વડોદરા મટકી ફોડ કાર્યક્રમમાં બે યુવક પડી જતા ઘાયલ


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારવડોદરા કોર્પોરેશન દ્વારા શુક્રવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવિંદા મંડળના બે યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.વડોદરા કોર્પોરેશન દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકીફોડ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બાર ગોવિંદા મંડળોએ ભાગ લીધો હતો. અગાઉ ચાર જેટલા મંડળોએ સફળતાપૂર્વક માટલી હોળી હતી. ત્યારબાદ અન્ય મહારાષ્ટ્ર ક્રીડા મંડળ દ્વારા માટલી ફોડવાનો પ્રયત્ન કરતા સમયે મંથન સોની નામનો યુવક 20 ફૂટ ઊંચાઈએથી પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઇજાઓ થતા સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.