વડોદરા: પોલીસને હંફાવતો બિલ્ડર અપૂર્વ પટેલ, વધુ ચાર છેતરપિંડીના ગુના નોધાયા - At This Time

વડોદરા: પોલીસને હંફાવતો બિલ્ડર અપૂર્વ પટેલ, વધુ ચાર છેતરપિંડીના ગુના નોધાયા


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારવડોદરાના સિદ્ધિવિનાયક ડેવલોપર્સના માલિક અપૂર્વ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની અનેક ફરિયાદો શહેરના પોલીસ મથકે નોંધાઇ છે. હાલ બિલ્ડર વોન્ટેડ હોય પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેવામાં વધુ ચાર છેતરપિંડીની ફરિયાદ બિલ્ડર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકે નોંધાતા છેતરપિંડીનો આંક વધી રહ્યો છે. માંજલપુર વિસ્તારમાં આકાર લેતી મેંપલ સિગ્નેચર નામની સાઈટ ઉપર લોકોને મકાન વેચી બુકિંગના 27 લાખ પડાવી મકાન અથવા રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી આચરનાર અપૂર્વ સામે ભોગ બનનારાઓએ ફરિયાદ નોંધાવી છેમાંજલપુર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર રાજપુતે મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલ એ 3 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી. તેવી જ રીતે શહેરના બગીખાના રોડ ઉપર રહેતા નયનકુમાર રાજપુતે પણ મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલએ 6.51 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી. તેમજ માંજલપુરની શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા કેયુરભાઈ પટેલે પણ મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલ એ 6 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી. જ્યારે અટલાદરા ખાતે રહેતા રિતેશ પાટીલે પણ મેપલ સિગ્નેચર 01માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલ એ 11.50 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી. જેથી ભોગ બનનારાઓએ સિદ્ધિવિનાયક ડેવલોપર્સના ભાગીદાર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધિવિનાયક ડેવલોપર્સના માલિક બિલ્ડર અપૂર્વ પટેલ સામે મકાન આપવાના બહાને 150 લોકો સાથે છેતરપિંડીની તપાસ એસઆઇટી ચલાવી રહી છે. હાલ બિલ્ડર ફરાર છે. ભાજપ પક્ષે પણ બિલ્ડર અપૂર્વ પટેલને હોદ્દા પરથી દૂર કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.