બરવાળા શહેરમાં કાર્તિકી અગિયારસના ભગવાન શ્રી ઠાકોરજી ના લગ્ન ઉત્સવ ધામધૂમ પૂર્વક ભક્તિમય વાતાવરણ માં ઉજવાયો - At This Time

બરવાળા શહેરમાં કાર્તિકી અગિયારસના ભગવાન શ્રી ઠાકોરજી ના લગ્ન ઉત્સવ ધામધૂમ પૂર્વક ભક્તિમય વાતાવરણ માં ઉજવાયો


બરવાળા શહેરમાં તુલસી વિવાહનું આયોજન થયું હતું.! બરવાળા માં આવેલા ભરવાડ વાસ . નેહડામાં ભગવાન ઠાકરજીના લગ્ન ઉત્સવ પૂર્વ વરઘોડો નીકળ્યો હતો.! બરવાળા શહેરના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.!!બરવાળા શહેરમાં અંદાજે પચાસક વર્ષથી તુલસી વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વખતે ભરવાડ વાસ થી રોકડીયા હનુમાન થઈ પાટશેરી માં
ભગવાનનો વરઘોડો પહોંચ્યો હતો જેમાં અશ્વપ્રેમી ઓ દ્વારા અશ્વના અવનવા કરતબો .લાકડી દાવ.જેવા કરતબો આકર્સન નું કેન્દ્ર રહ્યા હતા આ વખત પાટશેરી માં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ્ છે વર્ષોથી પરંપરાગત આ લગ્નની ઉજવણી કરવામાં આવી જે આ વર્ષે માલધારી સમાજ ભુવા પરિવાર ટપુભાઈ હરિભાઈ .લખુભાઈ હરિભાઈ.ચક્કા ભાઈ હરિભાઈ .તેમજ સમગ્ર ભુવા પરિવાર જ્યારે સામા પક્ષે કરણસિંહ ડોડીયા .મુન્નાભાઈ ડોડીયા (k. p ગેરેજ)તેમજ સમસ્ત ડોડીયા પરિવાર દ્વારા તુલસી વિવાહ નું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે જેમાં બરવાળા ગ્રામજનો એ જોડાઈ અને દર્સન નો લાભ લીધો હતો 2 દિવસ માટે ભક્તિમય વાતાવરણ માં તુલસી વિવાહ ઉત્સવ યોજાયો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.