મણીનગર ખાતે જય હિંદ સેવા સમિતિ તરફ થી સતત ૧૧ માં વર્ષે દાતા શ્રી હિતેન્દ્રભાઇ કુર્મીના સહયોગથી અન્નપૂર્ણા યજ્ઞ નું આયોજન કરાયું. - At This Time

મણીનગર ખાતે જય હિંદ સેવા સમિતિ તરફ થી સતત ૧૧ માં વર્ષે દાતા શ્રી હિતેન્દ્રભાઇ કુર્મીના સહયોગથી અન્નપૂર્ણા યજ્ઞ નું આયોજન કરાયું.


અમદાવાદમાં આવેલ મણીનગર વિસ્તારમાં છેલ્લા ૧૧ વર્ષ થી અવિરત મુખ્ય દાતા શ્રી હિતેન્દ્રભાઇ કુર્મીના મુખ્ય આર્થિક સહયોગ અને માર્ગદર્શન હેઠળ સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જય હિંદ સેવા સમિતિ અને ટીમના સભ્યો તરફથી અથાગ સામાજીક સેવાકીય કાર્યક્રમો ના આયોજન કરવામાં આવે છે,

તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ૧૧ વર્ષ થી જય હિંદ સેવા સમિતિ અને ટીમ તરફથી મણીનગર વિસ્તારમાં જરૂરીયાતમંદ પરિવારો અને વિધવા બહેનો ને દિવાળી ના પર્વ નિમિતે ધનતેરસ ના દિવસે ૨૫ કિલો અનાજ ની કીટ જેમાં મીઠાઈ તથા ફરસાણ સહિત અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ અન્નપૂર્ણા યજ્ઞ ની મહાન કાર્ય મણીનગર પોલીસ સ્ટેશન ના સાનિધ્યમાં ઝોન ૬ ના મા.A.C.P પ્રદીપસિંહ જાડેજા, P.I. દિપક ઉન્નડકટ સહિત મણીનગર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ અને જય હિંદ સેવા સમિતિ ના ટીમ ના સભ્યોના હસ્તે મણીનગર વિસ્તારમાં જરૂરીયાતમંદ પરિવારો અને વિધવા બહેનો ને દિવાળી પર્વ ની ઉજવણી કરવા હેતુ વિતરણ કરવામાં આવ્યું હતું,

મણીનગર માં છેલ્લા ૧૧ વર્ષ થી સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જય હિંદ સેવા સમિતિ અને ટીમ ના સભ્યો તરફથી વર્ષ દરમિયાન અન્નપૂર્ણા યજ્ઞ, રક્ત દાન કેમ્પ, ઘાયલ પક્ષીઓ બચાવવા ના કેમ્પ, રાહત દરે નોટો અને ચોપડા નું વિતરણ, વૃદ્ધાશ્રમ માં વૃદ્ધો માટે સંગીત અને મનોરંજન કરાવવા, સક્ષમ વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ અને બીમાર દર્દીઓ માટે મેડિકલ સહાય કેમ્પ જેવા અનેક સફળ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ટીમ ના સભ્યો પોતાના સમય અનુકૂળતા પ્રમાણે કાર્યક્રમો ને સફળ બનાવવા પ્રયત્નશીલ રહે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.