ધાંગધ્રાના લોકમેળામાં બ્રેક ડાન્સ નામની રાઇટ્સમાંથી યુવાન નીચે પડતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. - At This Time

ધાંગધ્રાના લોકમેળામાં બ્રેક ડાન્સ નામની રાઇટ્સમાંથી યુવાન નીચે પડતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.


તા.21/08/2022
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મેળો માણવા આવેલો અને બ્રેકડાન્સ નામની રાઈડસમાંથી યુવક ધડાકાભેર નીચે પટકાતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે લોકો મેળો માણવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પરંતુ મેળાના આયોજકો અને માલિકો તેમજ તંત્ર દ્વારા પૂરતી સાવચેતી ન રાખતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.હાલમાં મેળાની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. અને ભાતીગળ મેળામાં હૈયેહૈયુ દળાય એવો હેકડેઠેઠ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. અને લોકો પોતાના પરિવારજનો સાથે મેળાની મોજ માણી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ધ્રાંગધ્રામાં ભાતીગળ લોકમેળો યોજાઇ રહ્યોં છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે જન્માષ્ટમીના લોકમેળામાં રાઈડસમાંથી યુવક નીચે પટકાતા દોડધામ મચી જવા પામી હતી.યારે ધ્રાંગધ્રાના લોકમેળામાં સુરક્ષા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે હાલમાં ધ્રાંગધ્રા મેળામાં રાઇડસમાંથી નીચે પટકાયેલા યુવાનને તાકીદે સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એની તબીયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે જન્માષ્ટમીના લોકમેળામાં રાઈડસમાંથી યુવક નીચે પટકાતા લોકોમાં રીતસરની દોડધામ મચી જવા પામી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.