રિક્ષામાં મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેનાર ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rznfhehsbbojfu8x/" left="-10"]

રિક્ષામાં મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેનાર ઝડપાયો


રાજકોટમાં અવાર નવાર રીક્ષા ગેંગ દ્વારા પેસેન્જરના ખિસ્સા કાતરી લેવાના ગુનાઓ આચરવામાં આવે છે ત્યારે રિક્ષામાં મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેનાર આરોપી ઇકબાલ અબ્દુલ ભટ્ટી(ઉ.વ.34, રહે.મોરબી રોડ, રાજકોટ, મૂળ કોળી પરા ધ્રાંગધ્રા)ને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે.
આ અંગેની વિગત મુજબ એરપોર્ટ રોડ, મારૂતીનગર શેરી નં. 3, મારૂતી એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી પ્રવિણભાઇ મોહનલાલ રૂપારેલીયા (ઉ.વ. 72)એ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, મારે દાણાપીઠ ચોક, સ્વામીનારાયણ શેરીના ખુણે સંદિપ સોલ્ટ નામની કરીયાણાની દુકાન આવેલી છે.
ગત તા.16/8/2022 ના રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ હું અમદાવાદથી આવેલ અને કેશરી પુલ આગળથી રીક્ષામાં બેસીને મારી દુકાને આવેલો, એ પછી મારો ફોન ગુમ થઈ ગયો હતો. આ મામલે તપાસ કરી ક્રાઈમ બ્રાંચે રીક્ષા ચાલક ઈકબાલની ધરપકડ કરી ચોરીમાં ગયેલો રૂ.6 હજારની કિંમતનો ફોન અને ગુનામાં ઉપયોગ લેવાયેલી રીક્ષા મળી 36 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.વી.ધોળા, વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. પટેલ અને તેમની ટીમે કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]