વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલાટ વાડામાં ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી . - At This Time

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલાટ વાડામાં ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .


વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી . પરંતુ હાલ ચોમાસું બેસી ગયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલાટ વાળા વિસ્તારમાં આવેલ એમ . સી . હાઈસ્કૂલ પાસે આજે પ્રિ મોનસુન કામગીરી કરતા નજરે પડ્યા હતા . આજે ઝાડની છટણી કરવામાં આવી હતી . અને એક સાઈડનો રોડ બંધ કરતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા . ચોમાસામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ પડયું હોય અને વાહનોનું નુકશાન થયું હોય તેમજ જાનહાનિ સર્જાઈ હોવાની ઘટના ભૂતકાળમાં શહેરમાં અનેક વિસ્તારોમાં બની ચૂકી છે . ત્યારે વર્ષો જુના તેમજ ઘટાટોપ હોય તેવા વૃક્ષો , ડાળીઓ ચારેબાજુ ફુલીફાલી હોય , સ્ટ્રીટલાઇટનો પ્રકાશ અવરોધાતો હોય અને જોખમી અવસ્થામાં હોય તેવા વૃક્ષોને ચોમાસામાં વરસાદ , વાવાઝોડામાં પડી જતા અટકાવવા માટે હાલમાં આ વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.