તાલુકામાં દેશી દારૂના કેસ કરવા પોલીસના ધમપછાડા. - At This Time

તાલુકામાં દેશી દારૂના કેસ કરવા પોલીસના ધમપછાડા.


રાજ્યમાં લઠ્ઠાકાંડને કારણે વડોદરા જિલ્લા પોલીસ દેશી દારૂના કેસ કરવા સક્રિય થઈ હતી . એક ડઝન પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા દોઢ દિવસમાં દેશી દારૂના ૪૬ ગુના નોંધાયા છે . બીજી તરફ , એસપીએ આજે તા . 26 થી 1 લી ઓગસ્ટ સુધી દારૂના કેસ કરવા વિશેષ ડ્રાઇવના નાદેશ કર્યાં છે . વડોદરા જિલ્લામાં દેશી દારૂના કેસ કરવા પોલીસ દોડતી થઈ છે . આ ચક્ચાર ઘટનાને પગલે એસપી રોહન આનંદે પોલીસને તા 26 જુલાઇથી 1 લી ઓગસ્ટ સુધી દારૂના કેસ કરવા માટે ખાસ ડ્રાઇવ આપી છે . લઠ્ઠાકાંડ બાદ જિલ્લામાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા પોલીસ એક્શનમાં આવી છે . જિલ્લા પોલીસે છેલ્લા દોઢ દિવસમાં માત્ર દેશી દારૂના જ 49 કેસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે . ડભોઈ પોલીસે 10 , વરણામા પોલીસે 7. સાવલી 4 , વાઘોડિયા 4 , કરજણ 4 , ડેસર 3. શિનોર 3 ભાદરવા 3 , પાદરા 3 , જરોદ 2 , તાલુકા 2 અને ચાંણોદ પોલીસે દેશી દારૂનો 1 કેસ કર્યો છે . લઠ્ઠાકાંડનો બનાવ બને નહીં તે માટે જિલ્લાની એલસીબી , એસઓજી , પેરોલ ફર્લો અને વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફે દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે . ઉલ્લેખનીય છે કે , લઠ્ઠાકાંડ અને એસપીની ડ્રાઇવના આદેશને કારણે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના ચોપડે આગામી સાત દિવસમાં દેશી દારૂના વધુમાં વધુ કેસ નોંધાશે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon