પૂરક પરીક્ષાના ત્રીજા દિવસે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ૧૫૮ અને અંગ્રેજી વિષયમાં ૭૩૩ વિધ્યાર્થીઓ હાજર રહ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rw2bdx7qkflmb1ml/" left="-10"]

પૂરક પરીક્ષાના ત્રીજા દિવસે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ૧૫૮ અને અંગ્રેજી વિષયમાં ૭૩૩ વિધ્યાર્થીઓ હાજર રહ્યા


*પૂરક પરીક્ષાના ત્રીજા દિવસે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ૧૫૮ અને અંગ્રેજી વિષયમાં ૭૩૩ વિધ્યાર્થીઓ હાજર રહ્યા*
************
*ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૨૪૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
***************

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૨નો પ્રારંભ તા. ૧૮ થી ૨૨ જૂલાઇ દરમિયાન થયો છે.
પૂરક પરીક્ષા-૨૦૨૨ના ત્રીજા દિવસે ધોરણ ૧૦માં સામાજિક વિજ્ઞાન(૦૧૦) વિષયમાં ૧૭૨ વિધ્યાર્થીઓ પૈકી ૧૫૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૪ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૧૫૩ વિધ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે ૧૪ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. અંગ્રેજી માધ્યમમાં ૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૦માં અંગ્રેજી વિષયમાં ૮૨૯ વિધ્યાર્થીઓ પૈકી ૭૩૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૯૬ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.

ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના કમ્પ્યુટર વિષયમાં ૨૦ વિધ્યાર્થીઓએ પૈકી ૧૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૦૧ વિધ્યાર્થીની ગેરહાજરી નોંધાઇ હતી.જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૬, અંગ્રેજી માધ્યમમાં ૦૧ અને સંસ્કૃત માધ્યમમાં ૦૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૨માં ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૨૮૬ વિધ્યાર્થીઓ પૈકી ૨૪૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૩૭ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. ભૌતિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમના ૨૨૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.જ્યારે અંગ્રેજી માધ્યમના ૨૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]