ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ફેમસ ઓફ કોમર્સ ક્લાસીસ દ્વારા સૌપ્રથમવાર ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું... - At This Time

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ફેમસ ઓફ કોમર્સ ક્લાસીસ દ્વારા સૌપ્રથમવાર ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું…


કોમર્સમાં સફળતા મેળવવા માટેનું યોગ્ય સ્થળ એટલે ફેમસ ઓફ કોમર્સ ક્લાસીસ. મહુવામાં છેલ્લાં 4 વર્ષથી 12 કોમર્સમાં સારામાં સારું પરિણામ મેળવવા માટે ધૂમ મચાવનાર ક્લાસીસ તરીકે ગણનાં કરવામાં આવી છે ગઈ કાલના રોજ શ્રેષ્ઠ પરિણામ ની ખુશીમાં વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અનુસંધાને મહુવા PSI શ્રી યજ્ઞેશભાઇ વ્યાસ સાહેબ, શ્રી બિપીન ભાઈ સંઘવી, શ્રી જીજ્ઞેશ ભાઈ ગઢવી (લોક સાહિત્યકાર), શ્રી વિદુર ભાઈ આહીર (લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર), શ્રી ભાવેશ ભાઈ બાંભણીયા (ભજનિક), દાદુભાઈ ભમ્મર તેમજ સુર મંદિરના ટ્રસ્ટીશ્રીઓ વગેરે મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય થી કરવામાં આવી હતી. મૌલિકભાઈ વાણીયા અને મેહુલભાઈ બલદાણીયા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અને મહેમાનોનું પુષ્પગુચ્છ થી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું આ ક્લાસીસ નાં વિદ્યાર્થીઓ કવા અમીત, જોષી સૌરવ, વાળા કીર્તન અને પડસાળા મનસ્વી ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ભૂતપૂર્વ ક્લાસીસ નાં વિદ્યાર્થીઓએ પણ ક્લાસીસ ને શિલ્ડ અને ગિફ્ટ અર્પણ કર્યું હતું મહુવા PSI શ્રી યજ્ઞેશભાઈ દ્વારા ઇનામ મેળવેલ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. અને શ્રી બિપીનભાઈ સંઘવી દ્વારા બાળકોને કોમર્સનાં ભવિષ્ય ને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી વિદુરભાઈ આહીર અને જીજ્ઞેશભાઈ ગઢવી એ લોક સાહિત્ય અને હાસ્ય દ્વારા બાળકોનુ દિલ જીતી લીધું હતું.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon