ચોરીનાં એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ru8cidu0avbsgqnd/" left="-10"]

ચોરીનાં એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી


ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો કો. તરૂણભાઇ નાંદવા તથા મહેશભાઇ પંડયાને બાતમીારૂં હર્કિકત મળેલ કે એક માણસ નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ એકટીવા સ્કુટર સાથે દયાળ ગામનાં બસ સ્ટેન્ડ પાસે ઉભો છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવેલ જે સ્કુટર અંગે તેની પુછપરછ કરતાં દોઢેક વર્ષ પહેલાં ઉપરોકત એકટીવા સ્કુટર લઇને જતાં તેનાં બનેવી અકસ્માતમાં ગુજરી ગયેલ. તે એકટીવા પોતે રીપેરીંગ કરીને ચલાવતો હોવાનું અને આ એકટીવા તેનાં બનેવીએ મહુવાથી લીધેલ હોવાનું જણાવેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમ - જેન્તીભાઇ મથુરભાઇ બાટીયા ઉ.વ.૩૮ ધંધો ખેતી રહે-દયાળ, પાટીયા વિસ્તાર, તા.મહુવા કબ્જે કરેલ મુદ્દામાલ- હોન્ડા કંપનીનું ગ્રે કલરનું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું એકટીવા સ્કુટર કિ.રૂ.૩૦,૦૦૦/- શોધી કાઢવામાં આવેલ ગુન્હો - સુરત શહેર, કતારગામ પો સ્ટે. ગુ.ર.નં.૧૯૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/c પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી આર.સરવૈયા સ્ટાફનાં અશોકભાઇ ડાભી. તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડયા, મહેન્દ્રસિંહ સરવૈયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]