વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી રથ યાત્રાનું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આસપુર ખાતે ભવ્ય સ્વાગત. - At This Time

વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી રથ યાત્રાનું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આસપુર ખાતે ભવ્ય સ્વાગત.


આસપુર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ગ્રામજનોએ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓથી વિસ્તૃત માહિતગાર કર્યા

દાહોદ:- વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓની માહિતી અને લાભથી છેવાડાના વંચિત લાભાર્થીને આવરી ૧૦૦ ટકા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે, ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આસપુર ખાતે પહોંચેલી વિકસિત ભારતની આ સંકલ્પ રથયાત્રાનું ગામની બાળાઓએ કંકુતિલક કરીને ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા એ આ રથ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાકીય થી ગ્રામજનો ને માહિતી આપી હતી.ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.
આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુકય આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રેશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ નિઃશુલ્ક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો,સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.