રાજકોટ:પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થિનીને ઓફિસમાં પુરી અડપલાં કર્યાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qmypgdfuashd6jk1/" left="-10"]

રાજકોટ:પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થિનીને ઓફિસમાં પુરી અડપલાં કર્યાં


રાજકોટ શિક્ષણ જગતને શર્મશાર કરતો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. હુડકો વિસ્તારમાં આવેલ સરસ્વતી શૈક્ષણિક શંકુલના આચાર્ય રાકેશ વશરામ સોરઠીયાએ તમામ હદ વટાવી ત્યાં જ અભ્યાસ કરતી 11 થી 14 વર્ષની ચાર ફૂલ જેવી દિકરીઓને પોતાની ઓફિસમાં અલગ અલગ સમયે બોલાવી ઓફિસનો દરવાજો બંધ કરી હાથ પકડી શારીરિક અડપલાં કરી બથમાં લઈ બીભત્સ અડપલાં કર્યાનો બનાવ સામે આવતાં શિક્ષણ જગત અને વાલીઓમાં રોષ સાથે આચાર્ય સામે ફિટકાર વરસાવ્યો હતો. એક દિકરીની માતાએ સામે આવી ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકે પહોંચેલા ચારેય સગીરાના વાલીઓએ પોતાની આપવીતી પીઆઈ એમ.એમ.સરવૈયાને જણાવતાં એક વિદ્યાર્થીનીની માતાની ફરીયાદ લઈ આરોપી રાકેશ વશરામ સોરઠીયા સામે આઇપીસી 354 (ક), પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓની 14 વર્ષની સગીર પુત્રી હરિ ધવા રોડ પર આવેલ સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરે છે. જે શૈક્ષણિક સંકુલમાં પ્રિન્સીપાલ તરીકે રાકેશ સોરઠીયા નોકરી કરે છે. તેઓની પુત્રી ગઈકાલે બપોરે સ્કૂલ પુરી થયાં બાદ ઘરે આવી તેઓને વાત કરી હતી કે, તેમની સ્કૂલમાં આચાર્ય રાકેશ સોરાઠીયાએ તેણીને તા.20 ના પોતાની ઓફિસમાં બોલાવી ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી તેમની પાસે લઈ જઈ હાથ પકડી લીધો હતો.
બાદમાં શરીરના અન્ય ભાગમાં અડપલા કરી બાથમાં લઈ છેડતી કરી હોવાની વાત કરતાં તેમની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ ફરિયાદીએ તેમના પરિવારને બનાવ અંગે વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ સ્કૂલમાં તપાસ કરતાં અન્ય બે 11 વર્ષની દિકરીઓ અને એક 14 વર્ષની દિકરી જે પણ સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી હોય તેમના વાલીઓ પણ ત્યાં પહોંચ્યા હતાં. તેઓએ પણ વાત કરી હતી કે, આરોપી આચાર્ય રાકેશ સોરઠીયાએ તેઓની પુત્રીઓને પણ અલગ-અલગ સમયે પોતાની ઓફિસમાં બોલાવી હાથ પકડી શરીરે અડપલાં કરી બાથમાં લઈ છેડતી કરી હતી.
જે બાદ તમામ વાલીઓ પોલીસ મથકે પહોંચ્યા હતાં અને ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે ગુનાની ગંભીરતા સમજી ગણતરીની કલાકોમાં આરોપી આચાર્યને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત અરોપીની સૈતાનીનો અન્ય કોઈ સગીરા ભોગ બની છે કે નહીં તે અંગે વધું તપાસ પણ આદરી હતી.વધુમાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, 35 વર્ષીય આરોપી રાકેશ સોરઠીયા પરિણીત છે. છતાં ચાર ફૂલ જેવી દિકરીઓને કચડવાનો પ્રયાસ કરતાં તેમની ધરપકડ કર્યા બાદ તેના પરથી હવસનું ભૂત ઉતારી કાયદાનું ભાન કરાવ્યું હતું


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]