બાલાસિનોરના ગુથલી ચોકડી પર બે બાઇક સામ સામે ભટકાઇ, બંને ચાલકને ઇજા - At This Time

બાલાસિનોરના ગુથલી ચોકડી પર બે બાઇક સામ સામે ભટકાઇ, બંને ચાલકને ઇજા


બાલાસિનોરના રામાના મુવાળાના વતની ઠાકોર હિતેશભાઈ કોયાભાઈ અને ફેલસાણી તાબે આવેલ ઉપડીયાના વતની ચૌહાણ ગોપાલભાઈ પ્રભાતભાઈ સહિત બંને બાઇક લઈ કામે જઈ રહ્યા હતા. તે સમયે ઘુવેડિયા ચોકડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં રામના મુવાળાના વતની હિતેશ ઠાકોરને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે બાલાસિનોર પોલીસ બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.