વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા .

વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા .


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

**********************
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે તારીખ ૩૦-૦૯-૨૦૨૨ ના શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ તથા રાજ્યના તમામ જિલ્લામાં ૪૦૦૦ વધુ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કાર્યક્રમનું આયોજન થવાનું છે.ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય કક્ષાએ થનાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓની સમીક્ષા બેઠક કરવામાં આવી.
અરવલ્લી જિલ્લામાં ૧૪૮ ગામોમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. એ પૈકી ૪૩ ગામોમાં ટુ -વે કનેકટીવીટી થશે. જે પૈકી ૧૦ ગામોના લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ સવાંદ કરશે. જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રભાતફેરી, વૃક્ષારોપણ,વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી,વેક્સિનેશન કેમ્પ,પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ,રંગોળી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. પરમાર, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટશ્રી આર. એન. કુચારા, અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »