શુક્રવારની વેરાવળ-બાંદ્રા ટ્રેન વાપી સ્ટેશન સુધી જશે - At This Time

શુક્રવારની વેરાવળ-બાંદ્રા ટ્રેન વાપી સ્ટેશન સુધી જશે


બ્લોકના કારણે શુક્રવારની વેરાવળ-બાંદ્રા ટ્રેન વાપી સ્ટેશન સુધી જશે
પશ્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઇનના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-બાંદ્રા-વેરાવળ (19204/19203) ટ્રેનને અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 03.11.2023 (શુક્રવાર)ના રોજ વેરાવળથી દોડતી ટ્રેન નંબર 19204 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન વાપી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન વેરાવળથી વાપી સુધી દોડશે.
એ જ રીતે, વળતરની મુસાફરીમાં, 04.11.2023 (શનિવાર) ના રોજ બાંદ્રાથી ચાલતી ટ્રેન નંબર 19203 બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન બાંદ્રાને બદલે વાપીથી ઉપડશે એટલે કે આ ટ્રેન વાપીથી વેરાવળ સુધી ચાલશે. આમ આ બંને ટ્રેન વાપી અને બાંદ્રા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તેવી યાદી
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.