બીભત્સ વિડિયો સોશિયલ મીડિયામાં મિત્રએ વાયરલ કરતા રાજકોટના યુવકે ફીનાઇલ પીધુ - At This Time

બીભત્સ વિડિયો સોશિયલ મીડિયામાં મિત્રએ વાયરલ કરતા રાજકોટના યુવકે ફીનાઇલ પીધુ


શહેરના નાનામવા રોડ પર પૂર્ણિમા સોસાયટીમાં રહેતા યુવાને ફિનાઈલ ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે સિવિલે ખસેડવામાં આવ્યો છે. યુવકનો બીભત્સ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
બનાવની વિગતો મુજબ,રાજનગર ચોક પાસે આવેલી પૂર્ણિમા સોસાયટીમાં રહેતા રાહુલ વેલજીભાઈ ચૌહાણ નામના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે ગઈકાલે બપોરના સમયે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. રાહુલના પિતા વેલજીભાઈ અગાઉ જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા. રાહુલે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મજૂરી કામ કરે છે.
તેમજ અગાઉ તેમના મિત્રો સાથે તા.12/03ના રોજ દીવ ફરવા ગયા હતા.ત્યારે નિખિલ નામના મિત્રએ પરાણે દારૂ પીવડાવી બીભત્સ વિડિયો ઉતારી લીધો હતો અને તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા બદનામી થવાની બીકે પોતે આ પગલું ભરી લીધું હતું.જોકે આ બનાવ અંગે પોલીસે સત્ય હકીકત જાણવા તપાસ હાથ ધરી રાહુલ નું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.