ધ્રાંગધ્રા બેઠકના કોંગી ઉમેદવારને કલ્યાણપુર ગામે "નો-એન્ટ્રી"ની ઓડીયો વાઇરલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r9tti1utwpc5qowc/" left="-10"]

ધ્રાંગધ્રા બેઠકના કોંગી ઉમેદવારને કલ્યાણપુર ગામે “નો-એન્ટ્રી”ની ઓડીયો વાઇરલ


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર પાટીદાર સામે ઠાકોર સમાજનો ચુંટણી જંગ જામતા કાંટાની ટક્કર જેવો માહોલ સજાઁયો છે તેવામાં ૬૪ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના કોંગી ઉમેદવાર તથા કલ્યાણપુર ગામના સ્થાનિક દ્વારા એક બીજા સાથે ટેલીફોનીક વાતચીત કરતો ઓડીયો વાઇરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે. આ ઓડીયો ક્લીપમા કલ્યાણપુર ગામના સ્થાનિક જેઓ પોતાનુ નામ ગજેન્દ્રસિંહ જણાવે છે તેઓ કોગ્રેસના ઉમેદવારને ટેલીફોનીક વાતચીત કરતા કોંગ્રેસની સભા કલ્યાણપુર ગામે થવા દેવામાં નહિ આવે સાથે જ મત માંગવા આવશે તો કોગ્રેસનો ખુલ્લો વિરોધ્ધ કરવામા આવશે તેમ સ્પષ્ટ જણાવે છે જ્યારે આ ઓડીયો ક્લીપ વાઇરલ થતા જ ભાજપને કોગ્રેસના ઉમેદવાર સામે વધુ એક શાબ્દીક પ્રહાર કરવાનુ હથીયાર મળી ગયુ હોય તેમ ઠેર-ઠેર આ વાઇરલ થયેલ ઓડીયો ક્લીપ બાબતની ચચાઁ જાગી છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]