રોહિદાસપરામાંથી 100 કિલો ગૌમાંસ સાથે ભાઇ-બહેન ઝડપાયા - At This Time

રોહિદાસપરામાંથી 100 કિલો ગૌમાંસ સાથે ભાઇ-બહેન ઝડપાયા


જુના મોરબી રોડ પર આવેલા રોહિદાસપરામાં ઓરડીમાંથી 100 કિલો ગૌમાંશના જથ્થા સાથે પોલીસે ભાઇ-બહેનને ઝડપી લીધા હતાં.પોલીસે બંને સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂના મોરબી રોડ પર આવેલા રોહિદાસપરા-11 માં મહિલા-પુરુષ ગૌમાંસનું વેચાણ કરતા હોવાની જીવદયાપ્રેમીઓએ બી.ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જે માહિતીના પગલે પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઓરડીમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ઓરડીમાંથી મંજુ મનજી પરમાર (ઉ.વ.60) નામની વૃદ્ધા અને તેનો ભાઇ મહેશ (ઉ.વ.25) પણ મળી આવ્યા હતા. પોલીસે માંસનું ખરાઇ કરવા સાથે રાખેલા તબીબે માંસની ખરાઇ કરતા તે ગૌમાંસ હોવાનું જ જણાવ્યું હતું.
બાદમાં ગૌમાંસનું વજન કરતા 100 કિલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગૌમાંસ અને કતલ કરવાના સાધનો કબજે કર્યા હતા. ગૌમાંસનું વેચાણ કરનાર મંજુ મનજીભાઇ પરમાર અને મહેશ પરમાર સામે પોલીસે આઇપીસી 114, પશુ સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. અને કબજે કરેલા ગૌમાંસનો મહાનગરપાલિકાને જાણ કરી નિકાલ કરવામાં આવ્યો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.