ગુજરાત સરકાર દ્વારા સીટી બસ સેવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો  - At This Time

ગુજરાત સરકાર દ્વારા સીટી બસ સેવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો 


ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં પરિવહનની સુવિધા શહેરીજનોને મળી રહે તે માટે આજે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્રણ શહેર માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના રાજકોટ, સુરેન્દ્રનગર- દુધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સંચાલન માટે કુલ 121 કરોડની સૈધાંતિક મંજૂરી આજે સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા શહેરના લોકોને પરિવહનની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય લીધો હતો. સીએમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દુધરેજ અને ભુજ નગરપાલિકાને  બસ સેવા સંચાલન માટે કુલ રૂ 121 કરોડની મંજુરી આપવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ મહાનગર પાલિકાએ 50 ઇલેકડટ્રિક બસોનુ સંચાલન થશે, સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકામાં 32 CNG તેમજ ભૂજ નગરપાલિકામાં 22 CNG બસોનુ સંચાલન કરવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા પરિવહન સુવિધા માટે 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળી અત્યાર સુધી 1189 બસોને મંજૂરી અપાઈ છે. આઠ મહાનગરો અને 22 જેટલી નગરપાલિકો માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. આ માટે રાજકોટ મહાનગર પાલિકાને 50 ઇલેક્ટ્રિક બસના કોન્ટ્રાકટ બેઇઝડ સંચાલન માટે 10 વર્ષ માટે કુલ મળીને રૂ. 91 કરોડ 25 લાખ ફાળવવાની અનુમતિ આપી છે. આ ઉપરાંત સુરેન્દ્રગર- દુધરેજ નગરપાલિકા 32 CNGના 7 વર્ષ માટે 20 કરોડ 44 લાખની રકમની અનુમતિ આપી છે અને આ સિવાય ભૂજ નગરપાલિકાને પણ 22 સીટી બસ સંચાલન માટે પાંચ વર્ષના કોન્ટ્રાકટ માટે કુલ 9 કરોડ 3 લાખ 37 હજારના અનુદાનની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ આ સિવાય પણ અમદાવાદ 625, સુરત 400, વડોદરા 50, જૂનાગઢ 25 અને જમનગર 10 એમ કુલ મળીને 1110 બસોની મંજૂરી આપી છે તેમજ 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરી પણ આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.