કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સિંચાઇના પાણીના અભાવે ખેડૂતો હતા મૂંઝવણમાં. ત્યારે બાંટવા ખારા ડેમમાંથી પાણી છોડાવ્યું - At This Time

કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સિંચાઇના પાણીના અભાવે ખેડૂતો હતા મૂંઝવણમાં. ત્યારે બાંટવા ખારા ડેમમાંથી પાણી છોડાવ્યું


બાહુબલી ...ધારાસભ્યનું... બાહુબલી... કાર્ય. સ્વ.ખર્ચે પૈસા ભરાવી આવતી કાલે તા.૧૦/૧૧/૨૦૨૩ ના સવારના ૫ કલાકે પાણી છોડશે.નદીના પટમાં અવર જવર ન કરવા અપાઈ સુચના*

ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૮/૧૧-૨૦૨૩
કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને ખાતરો લઈને શિયાળુ પાકનુ વાવેતર કરવામાં આવેલ છે. અને પાકનો પણ સારી રીતે ઉછેર થયેલો. પરંતુ આ પાકને પાણીની ખાસ જરૂરિયાત ઉભી થયેલ પરંતુ સિંચાઈના પિયાવા માટે પાણી ની ખેંચ વર્તાયેલી ત્યારે કુતિયાણા રાણાવવા વિધાનસભા મત વિસ્તારના ગામડાંઓમા કરાયેલ શિયાળુ પાકને પિયત માટે પાણી જરૂરિયાત ઉભી થતાં કુતિયાણા મત વિસ્તારના લોકલાડીલા અને હંમેશા તેમના વિસ્તારના લોકોની ખેવના કરનાર બાહુબલી ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજાએ બાટવા ખારો જળ સંપતિ યોજના અન્વયે ઘેડ વિસ્તારના ગામડાઓના ખેડુતોએ કરેલા શિયાળુ પાકને પિયતની જરૂરિયાત હોય પાકને બચાવવા બાંટવા ખારા ડેમમાંથી પાણી છોડાવવા પોતાના ઘરના પૈસા ભરીને મંજુરી મેળવતાં આવતી કાલે તારીખ ૧૦/૧૧/૨૦૨૩ ના રોજ સવારના ૫ કલાકે બાંટવા ખારો ડેમમમાંથી પાણી છોડવામાં આવશે તેવુ જણાવાયુ છે.
ઓણ પ્રથમ વારસાદ સાલ વરસાદ ખેંચતા ખેડૂતો પોતાના ખેતરમાં ઉભા પાક ઘઉં,જવ, ચણા પાકને લઈને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડુત નેતા અને હરહંમેશ ખેડૂતલક્ષી કાર્ય કરનારા લોકપ્રિય ધારાસભ્ય કાંધાલભાઈ જાડેજાએ ખેડૂતોના પાકને બચાવવા બાંટવા ખારો ડેમમાંથી પોતાના સ્વખર્ચે પાણી છોડાવવાની મંજુરી મેળવી છે. આ માટે ઘેડ વિસ્તાર ના ગામડાંઓ માટે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી સિંચાઈ પેટા વિભાગ નંબર ૭/૧ જિલ્લા સેવા સદન ૨ સરદાગબાગ જૂનાગઢ ને બાટવા ખારો જળસંપતિ યોજના આન્વયે નદીઓમાં પાણી છોડવા રવિ સિંચાઈ ૨૦૨૩-૨૪ મોસમ માટે ઘેડના સુચિત ગામોને ઉદવહન સિંચાઈ માટે માંગણી અનુસાર સરકારશ્રી તરફથી મંજુરી મળીવ જતાં બાંટવા-ખારો ડેમમાંથી ધારાસભ્ય કાંધલભાઈએ જરૂરી રકમ ભરી દેતાં પિયાવાની આગોતરી વસુલાત કરી ડેમમાંથી નદીમાં તાત્ત્કાલિક પાણી છોડવાની ઘેડના ગામોના ખેડુત સિંચાઈકારો દ્રારા રજુઆત આવતી કાલે તારીખ ૧૦/૧૧/૨૦૨૩ ના રોજ સવારના ૫-૦૦ કલાકે બાંટવા ખારો ડેમમમાંથી પાણી છોડવામાં આવશે. સિંચાઈ માટે પાણીની ખરા સમયે જરૂરિયાત વેળએ ધારાસભ્ય કાંધલભાઈ પોતાના પૈસા ભરીને પાણી છોડાવતાં ઘેડના ખેડુતોએ પ્રજાજનોએ ધારાસભ્ય કાંધલભાઈનો ખુબ ખુબ આભાર માનેલો. અત્રે યાદ અપાવીએ કે કુતિયાણ-રાણાવાવ વિધનસભા મત વિસ્તારમાંથી કાંધલભાઈ ચુંટાઈને આવ્યા છે ત્યારથી આજની તારીખે પણ જ્યારે પણ ખેડૂતોને સિંચાઈના પાણીની જરુરિયાત ઉભી થાય તે સમયે પોતાના સ્વખર્ચે પાણી છોડાવી ગુજરાત વિધનસભામાં રાજકીય પ્રતિનિધિમાં દાખલારૂપ કાર્યો કરી રહ્યા છે. આવતી કાલે જે બાંટવા ખારામાંથી પાણી છોડવાની મંજુરી મળી છે તે પાણી શુક્રવારના દિવસમાં વહેલી સવારના પાણી છોડવામાં આવશે જેની નોંધ ધેડ વિસ્તારના ખેડુતોએ લેવી તેવુ જણાવ્યું છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.