પતિના અફેર બાબતે જાણ કરતાં સાસુએ કહ્યું કે, તેને તો દસ છે અને હજુ વધારે કરશે - At This Time

પતિના અફેર બાબતે જાણ કરતાં સાસુએ કહ્યું કે, તેને તો દસ છે અને હજુ વધારે કરશે


હાલ કોઠારીયા મેઈન રોડ પર દેવપરામાં ગાંધી સોસાયટીમાં રહેતાં કવલબેન મોઇનભાઇ અજમેરી (ઉ.વ.23)એ તેના પતિ મોઇન અતારહુસેન અજમેરી, સાસુ ખેરૂનબેન, દિયર અમાન (રહે.યોગીકુટિર સોસાયટી, વડોદરા) અને નણંદ સાનિયાબેન મોહસીન અજમેરી (રહે.આણંદ) વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ છેલ્લા દોઢેક વર્ષથી મારા પિયરમાં રહે છે.
તેમના લગ્ન તા.20/01/2018 ના વડોદરા રહેતાં મોઇન સાથે રાજકોટમાં થયેલ હતાં. લગ્નજીવનથી સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ ત્રણેક માસ સાસરીયામાં સારી રીતે રાખેલ બાદ ઘરકામ જેવી બાબતમાં સાસું, નણંદ અને દિયર તેમના પતિને ચઢામણી કરવા લાગેલ અને તેણીના પતિ કહેતા કે, તુ કરીયાવરમાં કાઇ મોટી વસ્તુ લાવી નથી કહીં માનસીક હેરાન કરતા અને નણંદ પણ નજીકમા સાસરે હોય જેથી અવારનવાર ઘરે આવી અમારા ઘરની નાની મોટી બાબતમાં દખલગીરી કરતા અને મારા પતિને ચઢામણી કરતા તેમજ બધા મળી માનસીક અને શારીરીક હેરાન કરતા હતાં.
જે મામલે તેઓ તેની માતા સાથે વાત કરે તો તેના દિયર અને નણંદ ફોનનું રેકોડીંગ કરી ફોનમા વોટસઅપ સ્કેન કરેલ જેની જાણ થતાં દિયરનો ફોન ચેક કરતા ખબર પડી બાદમા મારા મમ્મી સાથે કરેલ જે વાતથી નારાજ થઇ મારા સાસુ-સસરા અને દિયર મારા નાનીમાના ઘરે રાજકોટ મુકવા આવેલ ત્યારે નાનીમાએ મારા સાસરીયાવાળાને સમજાવીને મને ત્યારે જ પાછી મોકલી આપેલ હતી.
બાદમાં પ્રેગનેન્સી રહેતા મારા પતિ કે સાસરીયાવાળા મારૂ કોઇ ધ્યાન રાખતા નહી અને ઘરમાં એકલી પુરીને બહારથી બંધ કરીને બધા જતા રહેતા અને અમારે ફર્નિચરની તથા કપડાની દુકાન હોય જેથી મારા પતિ રાત્રે મોડા આવતા અને મારા ઉપર ગુસ્સો કરી હાથ ઉપાડતા અને અન્ય સ્ત્રીઓ સાથે વાતો કરવા અલગ રૂમમાં જઈને ફોનમાં વાત કરતા હતાં.
મારા માવતર ફોન કરવા મારા પતિનો ફોન લેતા તેના અફેરની જાણ થઈ જેથી તે બાબતે પુછતા મારી સાથે અને મારા સાસુએ કહેલ કે, તેને તો બીજી દસ છે, અને હજુ પણ વધારે કરશે. તારે રહેવુ હોય તો રહે નહિતર ચાલતી થા, ડીલેવરી કરવા તેડી જવા માટે મારા મમ્મીએ મારા સાસુને ફોન કરતા સાસુએ ના પાડેલ અને ડિલેવરીનો દુખાવો ઉપડતા હું ઘરે એકલી હોય અને ફોન પણ ન હોય જેથી અમારા ઘરે શો-રૂમમાં કામ કારતા કારીગર અચાનક આવતા સાસુને બોલાવીને લાવેલ તે દરમ્યાન મારા સાસુએ મને સંભળાવતા કે, તે કોઈ તૈયારી કરી નથી.
બાદ મારા દિકરાનો જન્મ થયા બાદ પંદર દિવસ સાસરે રહેલ બાદ મારા સાસુએ મારા મમ્મીને ફોન કરીને મને તેડી જવાનું કહેતા મારા મમ્મી મને આરામ કરવા તેડી લાવેલ બાદ હું પોણા બે વર્ષ મારા મમ્મીના ઘરે રહેલ તે દરમ્યાન મારા પતિ કે સાસરીયાવાળાએ મારા કે મારા દિકરાના ફોન કરીને કોઇ ખબર અંતર પુછેલ નહી કે તેડવા આવેલ નહી.
બાદમાં સમાધાન થયેલ ત્યારે મારા પતિએ શરત મુકેલી કે, મને ફોન વાપરવા નહી આપે મારે મારા મારા પતિના ફોનમાંથી કરવાની તે પણ ઓછી વાત કરવાની, આઠેક મહીના રહેલ તો પણ મારા પતિમાં કોઇ સુધાર આવેલ નહી અને તે મારાથી અલગ રૂમમાં સુવા માટે જતા અને તેના અફેર પણ ચાલુ રાખેલ અને પુરો દિવસ ઘરે આવતા નહી અને મને કામવાળીને જેમ ઘરના કામ કરાવા માટે રાખેલ હોય તેવું વર્તન કરતા અને મારા દિકરાની તબીયત સારી ન હોય અને તેને દવાખાને લઈ જવા માટે કહેતા મારા પતિએ મને કહેલ કે મારી પાસે ટાઇમ નથી. અને તેમજ મારા નણંદ પણ મારા ઉપર ગુસ્સે થઈને મને કાઇ ન બોલવા માટે મારવા ઉભી થયેલ હતી. જે બાદ તેઓ તેના પુત્ર સાથે દોઢ વર્ષથી રાજકોટ માવતરના ઘરે રિસામણે રહે છે. જે બાદ તેઓ સમાધાન કરવાં ન આવતાં અંતે ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.