ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qwodiozxcxnu9vdr/" left="-10"]

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


બોટાદ જિલ્લામાં બુધવારે બે ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા

૧૦૬-ગઢડા વિધાનસભામાંથી એક અને ૧૦૭-બોટાદ વિધાનસભા બેઠકમાંથી એક ઉમેદવારી પત્રક પરત ખેંચાયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે બોટાદ જિલ્લામાં ભરાયેલા કુલ-૪૨ ઉમેદવારી પત્રકોમાંથી ૨૬ ઉમેદવારી પત્રકો માન્ય ઠર્યા છે. તેમજ આજ રોજ તા.૧૬ નવેમ્બર અને બુધવારે કુલ ૨ ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦૬-ગઢડા વિધાનસભાની બેઠકમાંથી એક તેમજ ૧૦૭-બોટાદ વિધાનસભા બેઠકમાંથી એક ઉમેદવારી પત્રક પરત ખેંચાયું છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૭ નવેમ્બર, ૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે ૩-૦૦ કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]