ઉપલેટા નામદાર કોર્ટે રૂપિયા બે લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને નેગો. ૧૩૮ ના ગુનામાં નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો - At This Time

ઉપલેટા નામદાર કોર્ટે રૂપિયા બે લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને નેગો. ૧૩૮ ના ગુનામાં નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો


આરોપી તરફે રોકાયેલ એડવોકેટની દલીલો અને રજૂ રખાયેલ ચુકાદાઓને કોટેગ્રાહી રાખી હુકમ ફરમાવ્યો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪, ઉપલેટામાં ચેક રિટર્ન કેસમાં નામદાર ઉપલેટા કોર્ટ દ્વારા કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરીને નેગો. ૧૩૮ ના ચાલેલા કેસમાં નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ કેસની વિગતો આપતા આરોપી તરફે રોકાયેલ એડવોકેટ પિન્ટુ મેઘાણીએ જણાવ્યું છે કે, ઉપલેટાના રહીશ નીલેશકુમાર માધાભાઈ મણવર દ્વારા રૂપિયા બે લાખના ચેક રીટર્ન અંગેનો કેસ ઉપલેટા ની નામદાર કોર્ટમાં તેમના વકીલ મારફત દાખલ કરાયો હતો. આ કેસ ઉપલેટા ની નામદાર કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ હેઠળ રૂપિયા બે લાખના ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો જેમાં કેસ નંબર સી.સી. ૧૦૮૭/૨૦૨૧ થી નોંધાયો હતો જે કેસ ઉપલેટાની નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટના મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એ.એ. દવે દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો છે.

આ કેસની અંદર આરોપી તરફે રોકાયેલ એડવોકેટની દલીલો તેમજ આરોપી તરફેના એડવોકેટ દ્વારા રજૂ રાખવામાં આવેલ નામદાર હાઇકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ તેમજ ગ્રાહ્ય રાખીને ઉપલેટા નામદાર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એ.એ. દવે દ્વારા આરોપી વિશાલ રવજી બલવાને નેગો. ૧૩૮ માં નિર્દોષ જાહેર કરી છોડી મૂકતો હુકમ કર્યો છે જેમાં ઉપલેટાની નામદાર કોર્ટમાં ચાલેલા આ કેસની અંદર આરોપી તરફે એડવોકેટ પિન્ટુ મેઘાણી, એડવોકેટ નિમિત પાનસરા તથા એડવોકેટ નિરવ શુકલ રોકાયેલા હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.